તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ કરનારી રાજસ્થાનની યુવતી સાથે અમદાવાદમાં છેડતીનો કિસ્સો મહિલા હેલ્પલાઇનમાં નોંધાયો છે. રાજસ્થાનની યુવતી ફેસબુકના માધ્યમથી અમદાવાદના યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે મિત્રતા બંધાતા તે રાજસ્થાનથી ઘર છોડીને અમદાવાદ આવી હતી.
રાજસ્થાનની આશા નામની યુવતીને અમદાવાદના નીરવ નામના યુવક સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. આથી આશા ઘરેથી ભાગી તેને મળવા અમદાવાદ આવી પહોંચી હતી, પરંતુ અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂ હોવાને કારણે નીરવે તેને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર રોકાઈ જવાનું કહ્યું હતું. આશા એસટી સ્ટેન્ડ પર રોકાઈ ગઈ હતી. આ દરમિયાન રાત્રે 2 વાગ્યે એક અજાણ્યા યુવકે ત્યાં આવીને તેને પૂછ્યું હતું કે, ‘તમારે ક્યાં જવું છે?’ આથી આશાએ સમગ્ર વાત કહેતાં યુવક તેને હોટેલ કે ગેસ્ટહાઉસમાં રહેવા માટે સમજાવીને પોતાની સાથે લઈ ગયો હતો અને રસ્તામાં અવાવરું જગ્યા પર તેની છેડતી શરૂ કરી હતી, જેથી આશાએ બૂૂમાબૂમ કરી હતી. ત્યાંથી પસાર થઈ રહેલા હોમગાર્ડના જવાનોએ તેનેે બચાવી હતી અને મહિલા હેલ્પલાઇનની મદદથી આશાને તેનાં માસીના ઘરે પહોંચાડી હતી. (પાત્રોના નામ બદલ્યા છે.)
નીરવ વીડિયો કોલમાં વૈભવી બંગલો, કાર બતાવી આશાને ઇમ્પ્રેસ કરતો હતો
આશા ફેસબુકના માધ્યમથી અમદાવાદના નીરવ નામના યુવકના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા બંધાતા વીડિયો કોલિંગ પણ શરૂ થયું હતું. નીરવ હંમેશાં આશાને વીડિયો કોલમાં પોતાનો વૈભવી બંગલો અને કાર બતાવી ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતો હતો, જેનાથી અંજાઈને આશા તેને અમદાવાદ મળવા આવવાની જીદ કરતી હતી. નીરવ પણ સામે આશાને કહેતો હતો કે, ‘તું અમદાવાદ આવીશ ત્યારે તને કારમાં લેવા આવીશ અને ઘરે લઈ જઈશ.’ આ વાતો સાચી માની આશા રાજસ્થાનમાં તેના ઘરેથી ભાગીને આવી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.