હોળી પર ભાસ્કર વિશેષ ‘કલર સાઇકોલોજી’ સરવે:મહિલાઓનો ફેવરિટ રંગ પિન્ક નહીં બ્લ્યૂ થયો : સરવે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કલર સાઇકોલોજી પર દિવ્ય ભાસ્કર અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન એન્ડ ટેક્નોલોજીનો સરવે, કોર્પોરેટ્સમાં પ્રોડક્ટિવિટી વધારવા ઓરેન્જ ચેરની એન્ટ્રી​​​​​​​
  • મેરેજમાં કમ્ફર્ટ અને ટ્રસ્ટ બતાવવા રેડના સ્થાને પેસ્ટલ કલર્સનો યુઝ

કલર આપણા જીવનનો ખુબ જ મહત્ત્વનો હિસ્સો છે. આપણને સૌ ને આપણી આસપાસની દરેક વસ્તુ સારી એટલા માટે લાગે છે કે કારણે તે રંગીન છે.આપને જાણીને નવાઇ લાગશે કે આપણુ માઇન્ડ અલગ અલગ કલર જોઇને રિએક્ટ કરે છે. કલરને જોવાથી આપણા માઇન્ડમાં એક પર્સેપશન બને છે અને તેના આધારે એક પિક્ચર ક્રિએટ થાય છે.

આ વાતને કલર સાઇકોલોજી કહેવામાં આવે છે. રંગોના પર્વ હોળી પર દિવ્ય ભાસ્કર અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન એન્ડ ટેક્નોલોજીએ ગુજરાતીઓની કલર સાઇકલોજી અંગે એક ખાસ સરવે કર્યો જેમાં 31 ટકા મહિલાઓએ અને 41 ટકા પુરુષોએ તેમનો ફેવરેટ કલર બલ્યુ હોવાની વાત કરી.

મહિલાઓનો ફેવરેટ કલર્સ પિંકથી બલ્યુ કેવી રિતે બન્યો... મેરેજમાં શા માટે બ્રાઇડ અને ગ્રુમ મેચિંગ આઉટફિટની સાથે સાથે પેસ્ટલ કલર્સ વધુ પ્રિફર કરે છે, ગુજરાતના મોટા કોર્પોરેટ્સમાં શા માટે આજકાલ બ્લેક ચેરની જગ્યાએ ઓરેન્જ ચેરનું ચલણ વધ્યુ છે. આ તમામ સવાલોની પાછળની કલર સાઇકોલજી NIFTમાં 15 વર્ષથી કલર સાઇક્લોજી ભણાવતા પ્રોફેસર નિલેશ સિદ્ધપુરાએ ભાસ્કરના વાચકો માટે સમજાવી હતી.
કલર સાઇકોલોજીનાઉપયોગથી પ્રોડક્ટિવીટ-સેલ્સ વધારી શકાય છે
15 વર્ષથી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન એન્ડ ટેક્નોલોજીમાં કલર સાઇકોલોજી ભણાવુ છુ. છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેટ્સમાં કલર સાઇકલોજીનું મહ્તવ વધ્યુ છે. મલ્ટિનેશનલ કંપનીઓ લોગોના કલર માટે કલર સાઇકોલોજી એક્સપર્ટ્સની ટીમ તૈયાર કરે છે. જે પ્રોડક્ટ કે સર્વિસના ટ્રાર્ગેટ ગ્રુપ અને તેનું સાઇકોલોજીકલ બિહેવિયર સ્ટડી કરીને લોગોનો કલર અને એડનો કલર નક્કી કરે છે. સ્ટુડન્ટ્સને એટલા માટે જ કલર સાઇકોલજી ભણાવવામાં આવે છે જેથી તે ઇન્ડસ્ટ્રીની જરુરિયાતને સમજી શકે.-નિલેશ સિધ્ધપુરા, અસોસિએટ પ્રોફેસર, NIFT ગાંધીનગર ગ્રોથ માટે ગ્રીન ટ્રસ્ટ માટે બલ્યુ કલર વપરાય છે
(કલર અને તેના મિનિંગ)

યેલો - પીળો માઇન્ડ સેરેટોનિન રિલીઝ કરે છે જે મેટાપોલિટિઝમને વધારે છે.ક્રિએટિવિટી અને મેમરીને વધારવામાં મદદરૂપ છે.

ગ્રીન - લીલો ગ્રીન કલર ગ્રોથ ને રેપ્રઝેન્ટ કરે છે.એટલા માટે જ હેલ્થ અને વેલ્થ બન્ને માટે ગ્રીન કલર યુઝ કરાય છે

બ્લેક - કાળો સિરિયસ અને મિસ્ટ્રી પર્સાનલિટી શો કરે છે.એટલે જ મોટા બિઝનેસમેન-ફિલ્મમાં મિસ્ટ્રી કેરેકર બ્લેક આઉટફિટમાં જોવા મળે છે.

બલ્યુ - વાદળી બ્લ્યુ કલર એ ટ્રસ્ટ બિલ્ટ કરે છે. આજ કારણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને ટ્વિટરના લોગોમાં બ્લયુ કલર છે.

પર્પલ - જાબંલી લક્ઝરીને રેપ્રઝેન્ટ કરે છે.Genzનો ફેવરેટ કલર છે. સ્ટાઇલ-લક્ઝરી બતાવવા માટે આ કલરનો ઉપયોગ થાય છે.

રેડ - લાલ પ્રેમ,પેશન,એગ્રેશન અને એન્ગર ને રેપ્રઝેન્ટ કરે છે. જે વ્યક્તિ રિસ્ક લેતા ડરતા નથી તેમનો ફેવરેટ કલર છે

મહિલાઓ-પુરુષોના ફેવરેટ કલર્સ : 31% મહિલાઓનો ફેવરિટ કલર બ્લ્યૂ

​​​​​​​બ્લ્યૂ - વાદળી ​​​​​​​મહિલાઓ 30.6% પુરુષો 41.8%

પર્પલ - જાંબલી મહિલાઓ 22.2%, પુરુષો 18.4%

યલો - પીળો મહિલાઓ 22.2%,​​​​​​​ પુરુષો 14.3%

રેડ - લાલ મહિલાઓ 13.9%, પુરુષો 13.3%

કલર સાઇકોલોજીના શ્રેષ્ઠ ઉદાહરણ

1. સેલની એડમાં રેડ કલર જ કેમ યુઝ કરાય છે : રેડ કલર સૌથી બ્રાઇટ કલર હોવાથી કોઇ પણ કોલ ટુ એક્શન માટે તેનો ઉપયોગ થાય છે. શોપિંગ પર ભારે ડિસ્કાઉન્ટની વાત હોય ત્યારે એકશન માટે રેડનો ઉપયોગ થાય છે.

2.સ્ટેજ પર્ફોમન્સ પહેલા આર્ટિસ્ટ ગ્રીન રૂમમાં શા માટે હોય
આર્ટિસ્ટને સ્ટેજ પર જતા પહેલા કમ્ફર્ટ અને શાંતિ જોઇએ છે જે ગ્રીન કલર આપે છે.ગ્રીન કલર આપણા રેટિના પર પર્ફેક્ટ ફિટ થાય છે.

3. બ્લેક શુભ નથી એવી માન્યતા પણ ડિગ્રી લેતા કેમ બ્લેક?:
બ્લેક કલર એ પાવર, કન્ટ્રોલ અને ઇન્ટેલિજન્સનું પ્રતીક છે. ગ્રેજ્યુએશન બાદ શૈક્ષણિક લાયકાત વધે છે. તેથી કોન્વોકેશનમાં ડિગ્રી લેતી વખતે બ્લેક કલર પહેરવામાં આવે છે.

એનર્જી વધારવા અને સ્ટ્રેસ ઘટાડવા કોર્પોરેટ્સમાં થઇ ઓરેન્જ ચેરની એન્ટ્રી
ઓરેન્જ કલર એનર્જી અને એન્થ્યુસિયાઝમ રિપ્રેઝન્ટ કરે છે.ઓરેન્જ કલરના પ્રેઝન્સમાં એનર્જી લેવલ હાઇ જાય છે.લોકો વધારે મોટિવેટેડ ફિલ કરે છે. આજ કારણે ઓફિસમાં નોર્મલ ચેરની સરખામણીએ ઓરેન્જ ચેર યુઝનું પ્રમાણ વધી રહ્યુ છે.એક્સપર્ટસના મતે ઓરેન્જ કલર આસપાસ કામ કરવાથી એનર્જી વધે છે અને લોકો મોટિવેટેડ ફિલ કરી સ્ટ્રેસ વિના કામ કરી શકે છે.આજ કલર સાઇકોલજીને કારણે કોર્પોરેટ્સમાં ઓફિસ ચેરનો કલર બદલાયો છે

પ્રેમ સાથે કમ્ફર્ટ અને વિશ્વાસ બતાવવા મેરેજમાં મેચિંગ આઉટફિટ પ્રિફર કરે છે
પહેલા બ્રાઇડ-ગ્રુમ મેરેજમાં લાલ કલરના આઉટફિટ પહેરતા હતા પણ હવે કમ્ફર્ટ અને વિશ્વાસને બતાવવા માટે મેચિંગ પેસ્ટલ કલર્સનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...