લીગલ કમિટીની બેઠક:અમદાવાદ કોર્પોરેશન દ્વારા અને કાર્પોરેશન સામે એપ્રિલ 2021માં 139 કેસ, 82 કેસોનો કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઈલ તસવીર.
  • 10377 જેટલા કેસોનો નિકાલ બાકી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા અને કોર્પોરેશન સામે થયેલા એપ્રિલ 2021ના કેસો અંગે ચર્ચા થઈ હતી. ગત વર્ષ કરતાં આ વર્ષે એપ્રિલ 2021માં કોર્પોરેશન સામે અને કોર્પોરેશને 139 કેસો કોર્ટમાં નોંધાયા છે. ગત વર્ષે 2020માં 10332 કેસો નોંધાયા હતા જે પૈકી હાઇકોર્ટની અંદર 4800 કેસ નોંધાયા છે.

કોર્પોરેશન તરફેણમાં ચુકાદો આવે તેવી શક્યતા
ચાલુ માસમાં કુલ 84 જેટલા કેસોનો નિકાલ થયો છે. અત્યાર સુધીમાં ચાલુ માસમાં 82 કેસોનો કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવ્યો છે. જ્યારે બે કેસોમાં કોર્પોરેશનને સામે ચુકાદો આવ્યો છે. સૌથી વધારે 74 કેસો ટ્રીબ્યુનલ કોર્ટમાં નોંધાયા છે. 10377 જેટલા કેસોનો નિકાલ બાકી છે. લીગલ કમિટીના ડેપ્યુટી ચેરમેન ઉમંગ નાયકે જણાવ્યું હતું કે આ કેસમાં કોર્પોરેશન તરફેણમાં ચુકાદો આવે તેવી શક્યતાઓ વધારે જોવામાં આવે છે.

કેટલા કેસ બાકી

કોર્ટબાકી કેસોચાલુ માસ
સુપ્રીમ કોર્ટ690
હાઈકોર્ટ486929
મેટ્રોપોલિટન530
સીટી સિવિલ404631
સ્મોલ કોર્ટ1760
મ્યુનિ વેંલ્યું4262
ગ્રામ્ય કોર્ટ2283
ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ14174
લેબર કોર્ટ3140
કુલ10332139

​​​​​​