ભાસ્કર એક્સપર્ટ:ફોલ્ટી ડ્રેનેજ સિસ્ટમને લીધે વરસાદી પાણી ભરાઈ રહે છે, 30 મિનિટમાં પાણી ઉતરી જાય તે સિસ્ટમ યોગ્ય

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદમાં વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ ઘણાં વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. તજજ્ઞોના મતે, શહેરમાં ઘટતી જતી ખુલ્લી જગ્યા અને વરસાદી પાણીના નિકાલની ફોલ્ટી ડિઝાઇનને લીધે આમ બન્યું છે. વરસાદ બંધ થયાના 30 મિનિટમાં પાણી ઉતરી જાય તે સિસ્ટમ યોગ્ય કહેવાય. નિષ્ણાતોના મતે મ્યુનિ.એ વરસાદી પાણીના નિકાલ માટેની સિસ્ટમને રિ-ડિઝાઇન કરવી જોઇએ. આર્કિટેક અને જીયો ટેકનોલોજિસ્ટના મતે, શહેરમાં જ્યાં સૌથી વધુ પાણી ભરાય છે ત્યાં રિચાર્જ વેલ કે બોર કામ હળવું કરી શકે છે. પરંતુ તેની દેખરેખ યોગ્ય રીતે થવી જોઇએ. કારણ કે જો ખરાબ પાણી જમીનમાં જશે તો જમીનના તળના પાણી પણ ખરાબ થશે.

નદીનું લેવલ ઊંચું હોય તો અંડરપાસમાંથી પાણી ન જાય
મીઠાખળી અંડરપાસના પાણીનો નિકાલ સાબરમતીમાં થાય છે. પરંતુ નદીનું લેવલ ઊંચું હોય તો અંડરબ્રિજનું પાણી જશે નહીં પણ નદીનું પાણી બેક મારશે. મ્યુનિ.એ નદીનું લેવલ નક્કી કરવું પડશે. - ડો. દેવાંશુ પંડિત, આર્કિટેક

રોડ રિસરફેસિંગ વખતે લેવલ ન જળવાતાં પાણી ભરાઈ જાય છે
વારંવાર રોડ રિસરફેસથી લેવલ જળવાતું નથી. ઘણીવાર રોડ પર ત્રણ જાળી છતાં એક જ બાજુ પાણી ભરાય છે. જો જાળી પર કચરો આવે તો વધુ પાણી ભરાશે. લેવલ પ્રમાણે સ્ટ્રોમ વોટર લાઇનની ડિઝાઇનનો અમલ કરવો પડશે. - ડો. કે.કે ઠક્કર, જિયો ટેકનોલોજિસ્ટ

અન્ય સમાચારો પણ છે...