ક્રાઇમ:લાઉડ સ્પીકર વગાડવા મામલે આધેડ પર પિતા-પુત્રોનો હમલો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘાટલોડિયાના પાવાપુરી વિસ્તારની ઘટના
  • આધેડ વારંવાર પોલીસને બોલાવતા હતા

ઘાટલોડિયા પાવાપુરી ભાગ્યોદય સોસાયટીના એક ઘરમાં મોટે મોટેથી લાઉડ સ્પીકર પર ટેપ વાગતુ હોવાથી એક રહીશ પોલીસમાં ફરિયાદ કરીને વારંવાર ટેપ બંધ કરાવતા હતા. જે વાતની અદાવત રાખી પિતા અને 2 પુત્રે ભેગા મળી આધેડ વયના પુરુષ ઉપર તલવાર તેમજ લોખંડની પાઈપો વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પુરુષને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. 
પાવાપુરી ભાગ્યોદય સોસાયટીમાં રહેતા બળદેવભાઇ દેસાઇ શેરબજારની ઓફિસમાં કામ કરે છે. મંગળવારે બળદેવભાઇ બહાર નીકળ્યા હતા. ત્યારે તેમની સોસાયટીની નજીક આવેલી ગોપાલ પાર્ક સોસાયટી આગળ અમરત દેસાઇ અને તેના બે દીકરા ધવલ અને જયદીપે તેમના પર તલવાર-પાઈપથી હુમલો કર્યો હતો.
‘આજે તો પતાવી દેવો પડશે’ કહી હુમલો કર્યો 
બળદેવભાઇ ઘરેથી બાઈક લઇને દૂધ લેવા જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ અમરતભાઇ અને તેમના 2 દીકરાએ તેમને રોકયા હતા અને કહ્યું હતંુ કે, ‘તને બહુ ચરબી ચડી ગઇ છે, અમારી વિરુદ્ધ રોજે રોજ પોલીસમાં ફરિયાદો કરે છે, આજે તો તને પતાવી જ દેવો પડશે’ તેમ કહીને હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...