બાળકો અસુરક્ષિત:અર્ધ મંદબુદ્ધિની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર પિતાને 10 વર્ષની સજા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરની ચાર દીવાલો વચ્ચે જ બાળકો અસુરક્ષિત છે : પોકસો કોર્ટ
  • કોર્ટે સગીરાને કમ્પેનશન સ્કીમ હેઠળ 2 લાખ ચૂકવવા આદેશ કર્યો

જમાલપુરમાં ૧૭ વર્ષની અર્ધ મંદ બુદ્ધિની સગી દીકરી સાથે બાથરૂમમાં દુષ્કર્મ કરનાર પિતાને પોકસો કોર્ટના ખાસ જજ પી.સી.ચૌહાણે દોષિત ઠેરવી ૧૦ વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. કોર્ટે ભોગ બનનાર સગીરાને કંપેનશન સ્કીમ હેઠળ રૂ.૨ લાખ ચૂકવવાનો નિર્દેશ કર્યો છે.

કોર્ટે આરોપીને સજા ફટકારતાં નોંધ્યું હતું કે, નાના બાળકોની અસમર્થતા તથા તેઓની દુનિયાદારીની અજ્ઞાનતાનો લાભ લેયશે. અને તેમની સાથે જાતિય હુમલા તેમજ ઉગ્ર પ્રવેશના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. આ કેસમાં ભોગ બનનારની સાથે ઘરની ચાર દીવાલોની વચ્ચે તેનાં પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આથી બહારની દુનિયા કરતાં ઘરની ચાર દીવાલો વચ્ચે જ બાળકો અસુરક્ષિત છે. અને આ પ્રકારના કેસમાં ફરિયાદ થતી નથી. તેવા સંજોગોમાં આવા કેસોમાં કોર્ટ દ્વારા સંવેદનશીલ થઇને તાર્કિક રીતે તમામ પુરાવાનુ મુલ્યાંકન કરી આરોપીને સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

જમાલપુરમાં ૫૦ વર્ષના તૈમુર કાદરભાઇ ડોસાણી પત્ની અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. અને માણેક ચોકમાં સોના ચાંદીની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨ જુન ૨૦૧૭ ના રોજ મોડી રાત્રે ૧૭ વર્ષની અર્ધ મંદ બુદ્ધિની દીકરી પેશાબ કરવા બાથરૂમમાં ગઇ હતી. એ વખતે પિતા તૈમુર કાદરભાઇ ડોસાણી બાથરૂમમાં જઈને પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

થોડા સમય પછી દીકરીને પેટમાં દુઃખાવો ઉપડતા તેણે માતાને પિતાએ કરેલા કૃત્યની જાણ કરી હતી. આથી માતાએ પતિ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ ૨૦ સાક્ષી અને ૧૯ દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી સામે કેસ પુરવાર કર્યોં હતો.

અન્ય સમાચારો પણ છે...