દાણીલીમડામાં પતિની ગેરહાજરીમાં દીકરાને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચરવાનું કૃત્ય કરનારા સસરા સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી સસરાને જેલ હવાલે કર્યો હતો.
ઘરમાં એકલી જોઈ પરિણીતા પર નજર બગાડી
દાણીલીમડામાં રહેતી મહિલાના લગ્ન 3 વર્ષ પહેલાં છુટક મજૂરી કામ કરતા યુવક સાથે થયા હતાં. પતિ, સસરા, સાસુ મજૂરી કામ કરતા હોવાથી પરિણીતા દિવસભર ઘરમાં એકલી રહેતી હતી. મહિલાને 1 વર્ષનો દીકરો છે. માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન પરિણીતાને ઘરમાં એકલી જોઈને સસરાની નિયત બગડી હતી. દીકરાને મારી નાખવાની ધમકી આપીને પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતા આબરૂ જાય નહીં તે માટે ચુપ રહી હતી. તેના સસરાએ અવારનવાર તેને અડપલાં કરવાનું શરૂ કરી દીધું હતું.
મહિનાથી કરતો હતો દુષ્કર્મ
દીકરો કામે જાય ત્યારે કોઈને કોઈ બહાને તે ઘરે આવીને પરિણીતાને પુત્રને મારવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. મહિનાથી ચાલતા કૃત્ય સામે પરિણીતાએ પોલીસને ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું, જેમાં તેને કોઈએ સાથ આપ્યો ન હતો, પરંતુ સસરાના ત્રાસથી કંટાળેલી મહિલાએ આખરે દાણીલીમડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.