• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Father Habeas Corpus In High Court To Get His Daughter Back, Saying Marriage Was Not Solemnized, Only The Priest And Witness Got Signatures

હેબિયસ કોર્પસ:દીકરીને પરત મેળવવા પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી કહ્યું- લગ્ન વિધિ નથી થઈ, માત્ર પૂજારી અને સાક્ષીને સહી લઈ લગ્ન થયા છે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટે લગ્ન કરનાર યુવક-યુવતી, સ્થાનિક પોલીસ સ્ટેશનના PI, DSP સામે નોટિસ ઈશ્યુ કરી 22મી ઓક્ટોબરે હાજર રહેવા આદેશ કર્યો
  • અરજદારે લગ્ન સ્થળ હાજર રહેલા પૂજારી તથા અન્ય બે સાક્ષીઓનું સોગંદનામું પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા
  • ગુજરાત હાઇકોર્ટની મદદથી પિતાએ દીકરીને પરત મેળવવા માટે હેબિયસ કોર્પસની મદદ લેવી પડી

પ્રત્યક્ષ રીતે લગ્ન ન કરાવી, કાગળ પર પૂજારી અને સાક્ષીઓની સહી લઈને લગ્ન કરવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચો છે. દીકરીના પિતાએ આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી દીકરીને પરત મેળવવા હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો છે. કોર્ટે આ મામલે લગ્ન કરનાર યુવક, યુવતી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના PI, DSPની સામે નોટિસ ઈશ્યુ કરી છે. આ મામલે આગામી 22 ઓક્ટોબરે તમામને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

લગ્નમાં સપ્તપદી કે કોઈ રીતે લગ્ન વિધિ કરાઈ ન હતી
મહેસાણા જિલ્લાના ઊંઝામાં રહેતા યુવક યુવતીએ 27મી જુલાઈ 2021ના રોજ લગ્ન કર્યા હતા. પરંતુ આ પ્રક્રિયામાં માત્ર કાગળ પર સહી કરાવીને લગ્ન કર્યા હોવાનો દાવો અરજદારના વકીલે કર્યો છે. અરજદારના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી છે કે, ધાનેરાના મંદિરમાં જ આ બંને યુવક-યુવતી લગ્ન કર્યા હતા. ત્યાં પૂજારી તથા બે સાક્ષીઓની માત્ર સહી લેવામાં આવી હતી પરંતુ સપ્તપદી કે અન્ય કોઈપણ પ્રકારની રીત રિવાજ પ્રમાણે લગ્ન વિધિ અનુસરવામાં આવી ન હતી.

પૂજારી અને સાક્ષીઓના સોગંદનામા પણ કોર્ટમાં રજૂ કર્યા
આ બાબતે અરજદારે લગ્ન સ્થળ પર પહેલા પૂજારી તથા અન્ય બે સાક્ષીઓનું સોગંદનામું પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. જેમાં તેમને સ્વીકાર્યું છે કે તેમની સામે કોઇ પણ પ્રકારની લગ્નની વિધિ નથી કરવામાં આવી, માત્ર સહી જ લેવામાં આવી હતી.

ફોસલાવીને દીકરીના લગ્ન કર્યાનો પિતાનો દાવો
અરજદારે આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. સાથે સાથે ગુજરાત હાઇકોર્ટની મદદથી પોતાની દીકરીને પરત મેળવવા માટે હેબિયસ કોર્પસની મદદ લેવી પડી છે. પિતાનો દાવો છે કે યુવકે તેમની દીકરીને ફોસલાવીને અને પ્રેમજાળમાં ફસાવીને પ્રેમ લગ્ન કર્યા તો છે પરંતુ માત્ર તે માત્ર કાગળ પર સહી કરાવીને કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...