તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્રીનો આક્ષેપ:અમદાવાદની મંજુશ્રી હોસ્પિટલમાં ભૂખ-તરસથી પિતાનું મૃત્યુ થયું, કોરોના હોવા છતાં મૃત્યુનું કારણ બદલી લાંબી માંદગી લખ્યું

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હોસ્પિટલમાં 8 વાર નાસ્તો-જમવાનું અપાય છે : એડિ. સુપરિ.

સિવિલની મંજુશ્રી કોવિડ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત પિતાનું ભૂખ અને તરસને કારણે મૃત્યુ થયું હોવાનો આક્ષેપ તેમની પુત્રીએ કર્યો છે. પુત્રીએ પિતાના મૃત્યુ પાછળ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની બેદરકારી હોવાનું કહ્યું છે.

બોપલ-ઘુમામાં રહેતાં રેખાબને શાહે આક્ષેપ કર્યો છે કે, 24 એપ્રિલે મારા પિતા મનહરલાલ શાહને મંજુશ્રી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. વીડિયો કોલથી વાત થતાં મારા પિતાએ જમવા કે પાણી ન અપાયું હોવાનું જણાવી કહ્યું હતું કે, ‘મને ભૂખ લાગી છે.’ આથી અમે ઘરેથી મગ, મગનું પાણી, પાણીની બોટલ વોર્ડમાં મોકલાવ્યાં છતાં અપાયાં ન હતાં. અમે 24થી 30 એપ્રિલ સવારથી રાત સુધી સતત સ્ટાફને મારા પિતાનું ધ્યાન રાખવા જણાવતા હતા, પણ સ્ટાફે કહ્યું હતું કે, હોસ્પિટલમાં ઘણાં દર્દી દાખલ છે, પૂરતો સ્ટાફ નથી. અમે કેટલાનું ધ્યાન રાખીએ. અમે ડોક્ટર્સ, આરએમઓ અને સુપરિન્ટેન્ડન્ટને જમવા અને પાણી સહિત યોગ્ય સારવાર આપવા વારંવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન અપાયું ન હતું. એટલું જ નહિ, પિતાનું મૃત્યુ કારણ કોરોનાને બદલે લાંબી બીમારી લખી આપ્યું હતું.

ભૂખ-તરસથી મૃત્યુ થયાના આક્ષેપ ખોટા
દર્દીની સંભાળ માટે એટેન્ડન્ટ, કાઉન્સેલર હોય છે. હેલ્પ ડેસ્કથી વાતચીત કરાવાય છે. દવા, ભોજન, લગેજ દર્દી સુધી પહોંચાડાય છે. દર્દીને ન્યુરોલોજિકલ તકલીફ હોવાથી દર્દીની પુત્રી-સગાંને વીડિયો કોલથી વાત કરાવાતી હતી. દર્દી સાથે વાતચીતના અને જમાડવાના ફોટો મોકલ્યા છે. દિવસમાં આઠ વખત નાસ્તો-જમવાનું અપાયું છે, જેથી ભૂખ અને તરસથી મૃત્યુ થયાના આક્ષેપો ખોટા છે. - ડો. રાકેશ જોષી, એડિ. સુપરિન્ટેન્ડન્ટ

અન્ય સમાચારો પણ છે...