ઘર કંકાસે યુવકનો જીવ લીધો:અમદાવાદમાં સંતાનોને મળવા ન દેતા પિતાની આત્મહત્યા, ભાઈને મેસેજ કરી કહ્યું-મોત માટે પત્ની જવાબદાર

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ‘મારી પત્ની અઠવાડિયાથી પિયર જતી રહી છે અને બાળકોને મારી સાથે વાત કરવા દેતી નથી’

અમદાવાદના સરસપુરમાં પિતાને તેના બાળકોને ન મળવા દેતા આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. છે. આત્મહત્યા કરતા પહેલા નિપુણ નામના યુવકે તેના ભાઈને મેસેજ કરીને જણાવ્યું કે મારી પત્ની અને તેના પિયરના લોકો મને મારા બાળકોને મળવા દેતા નથી. મોત માટે પત્ની જવાબદાર છે. ત્યાર બાદ બીજા દિવસે સવારે યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના ભાઈ કૃણાલ ભાવસારે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્ની અને તેમના પિયરના લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

14 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા
બાપુનગરમાં રહેતા કૃણાલ ભાવસારે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મારા નાનાભાઈ નિપુણના 14 વર્ષ અગાઉ ઇશિતા નામની યુવતી સાથે લવ મેરજ થયા હતાં. તેમને સંતાનમાં બે દિકરી છે. તેઓ સરસપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. જેમની વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો જેથી નિપુણ સામે તેની પત્નીએ કેસ કર્યો હતો. નિપુણે 17 ઓગસ્ટે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મારી પત્ની અઠવાડિયાથી પિયર જતી રહી છે અને બાળકોને મારી સાથે વાત કરવા દેતી નથી. ત્યાર બાદ અન્ય નંબરથી નિપુણે કૃણાલને મેસેજ કર્યો કે મારા મોત માટે મારૂ બૈરું અને મારા બાળકોને મળવા ન દેવા માટે તેના માં બાપ જવાબદાર છે. આ મેસેજ બાદ કૃણાલે જવાબ આપ્યો અત્યારે સુઈ જા બધુ સારું થઈ જશે.

ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો
બીજા દિવસે સાંજે કૃણાલના પિતા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે નિપુણ જ્યાં રહે છે ત્યાંથી ફોન આવ્યો હતો કે નિપુણ કાલથી રૂમ બહાર આવ્યો નથી. તેના રૂમનું એસી ચાલુ છે. જેથી તેઓ ત્યાં પહોંચ્યા અને રૂમમાં જોતા નિપુણ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આસપાસના લોકોએ તેને નીચે ઉતારતા તે મૃત હાલતમાં હતો. આ ઘટના બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં કૃણાલ ભાઈની ફરિયાદના આધારે શહેર કોટડા પોલીસે નિપુણની પત્ની અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...