ભારતીય દૂતાવાસને નોટિસ:પિતા ત્રણ સંતાનને ન્યૂઝીલેન્ડથી લઈ ભારત આવતાં માતાની કોર્ટમાં અરજી, ન્યૂઝીલેન્ડની સરકારે ભારતની સરકારને આદેશ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ન્યૂઝીલેન્ડથી 3 બાળકોને ગેરકાયદે ભારત લઇને આવી જનાર પિતા સામે હાઇકોર્ટમાં અરજી થઈ છે. ન્યૂઝીલેન્ડની સરકારે ત્રણેય બાળકોને પરત બોલાવવા ભારતના દરેક વિભાગને આદેશ કર્યો છે. તેમ છતાં ત્રણ બાળકોને પરત તેની માતા પાસે ન્યૂઝીલેન્ડ મોકલાયા નથી. ચીફ જસ્ટિસની ખંડપીઠે આ કેસ માટે ખાસ બેન્ચની રચના કરી છે.

ભારતીય એમ્બેસી, ઇંગ્લેન્ડ - ફાઇલ તસવીર
ભારતીય એમ્બેસી, ઇંગ્લેન્ડ - ફાઇલ તસવીર

સપના ગેહલોત નામની મૂળ રાજસ્થાનની મહિલા ન્યૂઝીલેન્ડની નાગરિક છે. તેણે હાઇકોર્ટમાં તેના 2 વર્ષના ટવીન સહિત 3 બાળકોને શોધવા હેબિયસ કોર્પસ કરી છે. સપના ગેહલોત તરફથી એડવોકેટ ભુવનેશ ગેહલોત અને કરમેન્દ્રસિંહે એવી દલીલ કરી હતી કે, 2017માં તેનો પતિ દેવેન્દ્રસિંહ ગેહલોત માતાનું ઓપરેશન કરાવવાનું કહીને તેના 3 બાળકોને ઇન્ડીયા લઇને આવી ગયો હતો. અને તેણે અચાનક તેની પત્નીને છૂટાછેડાની નોટિસ આપી હતી. સાથે બાળકોની કસ્ટડી પણ આપવા ઇન્કાર કર્યો હતો.

પતિ સામે બે દેશની કોર્ટમાં કેસ છે
3 સંતાનોના પાસપોર્ટ અને દસ્તાવેજો લઇને ભારત આવી ગયેલા દેવેન્દ્રસિંહ ગેહલોત સામે બે દેશની હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, ન્યૂઝીલેન્ડમાં સપનાએ ફરિયાદ કરતા ત્યાંની સરકારે તાત્કાલિક ઇન્ડિયન એમ્બેસીને 3 બાળકો પરત મોકલી આપવા આદેશ કર્યો છે. પિતાએ ત્રણે સંતાનને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધા છે.