તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભદ્ર સમાજની અભદ્ર ઘટના:અમદાવાદમાં 130 કિલોનો બેંક મેનેજર નહાતી વખતે સગીર પુત્રી પાસે પીઠ-છાતી પર સાબુ ઘસાવડાવતો, દારૂ અને દીકરીને ત્રાસ આપવા મામલે 4 ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જો દીકરી ઇનકાર કરે તો મારઝૂડ પણ કરતો હતો
 • દીકરી સાથેનું આ દૃશ્ય જોઈને હતપ્રભ પત્નીએ ઘટનાનો વીડિયો પણ ઉતારી લીધો
 • પત્નીના પિયરના પૈસે મકાન, ગાડી અને ફર્નિચર લઈ જલસા કરતો અને ત્રાસ પણ આપતો હતો
 • દારૂ પીને પત્ની પાસે થૂંક અને બૂટ ચટાવતો, સોલા પોલીસે પોક્સો સહિત 4 ફરિયાદ નોંધી

130 કિલો વજન ધરાવતો બેંક મેનેજર બેડરૂમના બાથરૂમમાં નગ્ન હાલતમાં નહાવા બેસે ત્યારે 14 વર્ષની દીકરી પાસે પીઠ અને છાતી પર સાબુ ઘસાવતો હતો. પત્ની એક દિવસ ઘરમાં હાજર હતી, ત્યારે પણ પતિએ દીકરીને બાથરૂમમાં બોલાવી હતી. આ દૃશ્ય જોઈને હતપ્રભ પત્નીએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. જ્યારે પત્નીને પણ 17 વર્ષથી દહેજ અને અન્ય બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતો બેંક મેનેજર દારૂ પીને થૂંક તેમજ બૂટ ચટાવતો હતો. પિતાની હરકતોથી ત્રાહિમામ દીકરી અને પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ આખરે પોલીસની મદદ લેતાં સોલા પોલીસે ગણતરીના કલાકોમાં જ બેંક મેનેજર વિરદ્ધ 4 ગુના નોંધી ધરપકડ કરી હતી.

લગ્નના ત્રીજા દિવસે જયે સોનાના દાગીના મુદ્દે પત્ની સાથે તકરાર કરી હતી
સોલામાં નીરવભાઈ (39)પત્ની સપના (38), 14 વર્ષીય દીકરી મોના (પાત્રોનાં નામ બદલ્યાં છે)સાથે રહેતાં હતાં. નીરવ નડિયાદની એક બેંકમાં મેનેજર છે, સપના ખાનગી કંપનીમાં નોકરી કરી છે, જ્યારે મોના ધોરણ-8માં ભણે છે. 17 વર્ષ પહેલાં સપના અને નીરવનાં લગ્ન થયાં, લગ્ન થયાં ત્યારથી જ નીરવ દહેજ માગતો હતો. તાજેતરમાં એક દિવસ સપનાબેન ઘરે હતાં ત્યારે નીરવ બેડરૂમના બાથરૂમમાં નાહવા બેઠો, ત્યારે તેણે મોનાને બૂમ પાડીને બોલાવી અને મોના બાથરૂમમાં જઈને પિતાને પીઠ તેમજ છાતી પર સાબુ ઘસીને નવડાવી રહી હતી. નીરવની આ હરકત જોઈને હતપ્રભ સપનાબેને મોબાઈલ ફોનમાં તે વીડિયો ઉતારી લીધો હતો. જ્યારે 2 દિવસ પહેલાં નીરવે ઘરમાં દારૂ પીને સપનાબેન સાથે ઝઘડો કરી મારામારી કરી હતી.

પોલીસ પહોંચી ત્યારે નીરવ પીધેલી હાલતમાં હતો
મોનાએ પોલીસને ફોન કર્યો ત્યારે નીરવ ઘરમાંથી જ દારૂ પીધેલી હાલતમાં મળી આ‌વ્યો હતો. આમ નીરવ સામે દારૂ પીધેલાનો, દારૂની બોટલ રાખવાનો,દહેજની માગ કરી ત્રાસ ગુજારવાનો અને દીકરી મોના સાથે નીરવ જે હરકતો કરતો હતો તે અંગેનો એમ કુલ ચાર ગુના નોંધ્યા હતા, જેમાંથી દારૂના બંને ગુનામાં તેને જામીન મળી જતાં દહેજની ફરિયાદમાં ધરપકડ કરાઈ છે. - જે.પી.જાડેજા, પીઆઈ, સોલા હાઈકોર્ટ

મકાન લેવા 7 લાખનું દહેજ પણ માગ્યું હતું
લગ્ન બાદ સપના અને નીરવ સુરત શિફ્ટ થતાં સપનાબેનના પિતાએ તેમને સોફા, બેડ, ફ્રીજ, વોશિંગ મશિન, ડાઈનિંગ ટેબલ અને ઘરવખરી આપી હતી. જ્યારે નીરવ અને સપનાને મકાન લેવા માટે પણ રૂ.7 લાખ આપ્યા હતા. જેના માટે સપનાના પિતાએ પત્નીના દાગીના વેચ્યા હતા. જ્યારે લોનના હપ્તા ભરવા માટે પણ નીરવને મદદ કરતા હતા.

ઘરની આર્થિક હાલત ખરાબ હોવાથી સ્નેહાના પિતા ઘરખર્ચ આપતા હતા
દીકરીનો જન્મ થયા બાદ આણંદમાં નોકરી મળતાં ત્યાં રહેવા માટે ગયા હતા. એ પછી પણ પતિની મારઝૂડ ચાલુ રહી હતી. અમદાવાદમાં નોકરી મળતાં તેઓ 2008માં અમદાવાદ સેટેલાઈટમાં રહેવા માટે આવ્યા હતા. ઘરની આર્થિક હાલત ખરાબ હોવાથી સપનાના પિતા ઘરખર્ચ આપતા અને અન્ય વસ્તુ પૂરી પાડતા હતા. ગોતા વંદેમાતરમ રોડ પર વૈભવી ફ્લેટમાં મકાન લેવા રૂ.1 લાખ ડાઉન પેમેન્ટ આપી બુક કરાવ્યું હતું. 2009માં આ ફ્લેટમાં રહેવા આવ્યાં હતાં. મકાનના ફર્નિચર અને લોનના હપતા ભરવા સપનાના પિતાને દબાણ કરતાં તેમણે ફિક્સ ડિપોઝિટ તોડી રૂ. 8 લાખ નીરવને આપ્યા હતા.

નીરવ નડિયાદ ખાતે નોકરી હોઈ, તે ત્યાં મકાન ભાડે રાખી રહેતો અને રવિવારે પત્ની સપના અને પુત્રી જોડે રહેતો હતો. કાર હોય તો અપડાઉનમાં સરળતા રહે એમ કહી સપનાને તેના પિતાને કાર લઈ આપવા કહેવા દબાણ કરતો હતો, જેનો વિરોધ કરતાં બોલાચાલી કરી હતી, જેથી સપનાના પિતાએ ગાડી લઈ આપી હપતા પણ પોતે ભરતા હતા.

પુત્રી ઈનકાર કરતાં હેવાન માર મારતો હતો
નીરવનો ત્રાસ એટલો વધી ગયો હતો કે ઘરમાં પત્નીને મારતો, થૂંકતો અને ચટાવતો હતો. યુવાનીના ઉંબરે ઊભેલી સગીર પુત્રી પર પણ તેણે નજર બગાડી હતી. નીરવ બાથરૂમમાં સ્નાન કરતો હોય ત્યારે ક્યારેક સગીર પુત્રીને અંદર બોલાવતો હતો. નગ્ન થઈ પુત્રીને પોતાની પીઠ અને છાતી પર સાબુ લગાવવા મજબૂર કરતો હતો. આ બાબતે ઈનકાર કરતાં પુત્રીને હેવાન પિતા માર મારતો હતો. આ બાબતે સપનાએ પતિનાં કરતૂતથી કંટાળી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો