તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્દોષનો ભોગ:રાજ્યમાં ઘેટાં માટે ઘાતક દિવસ, બેફામ દોડતા ટ્રેલર અને કન્ટેનરે 20 જેટલા ઘેટાંના જીવ લીધા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાણંદ-સરખેજ હાઇવે પર આવેલા ગીબપુરા ગામ પાસે ટ્રેલરના ચાલકે ઘેટાં-બકરાને અડફેટે લીધા હતા, જેમાં 13 ઘેટાં બકરાંના મોત થયા - Divya Bhaskar
સાણંદ-સરખેજ હાઇવે પર આવેલા ગીબપુરા ગામ પાસે ટ્રેલરના ચાલકે ઘેટાં-બકરાને અડફેટે લીધા હતા, જેમાં 13 ઘેટાં બકરાંના મોત થયા
 • સાણંદ પોલીસે ટ્રક ચાલકને ઝડપી લઇ વધુ કાર્યવાહી શરૂ કરી
 • સાણંદ-સરખેજ હાઇવે પર રોડની સાઇડમાં ઊભેલા ઘેટાં-બકરાના ટોળાને ટ્રકચાલકે ટક્કર મારતાં પશુપ્રેમીઓમાં રોષ

સાણંદ સરખેજ હાઇવે ઉપર આવેલ ગિબપુરા ગામના બસ સ્ટેશન પાસે માતેલા સાંઢ માફક કન્ટેનર ટ્રક ચાલકે હાઇવે નજીક ઉભા ઘેટાંના ટોળાંને એકાએક અડફેટે લેતા ઘટના સ્થળે 20 જેટલાં ઘેટાંના કમકામાટી ભર્યા મોત નીપજતા જીવ દયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે ચાલકને ઝડપી તપાસ હાથ ધરી છે. રવિવારે સવારે 10 કલાકે સાણંદ તાલુકાના ગિબપુરા બસ સ્ટેશન પાસે ગામના પશુ પાલક ઘેટાંને ચરાવા માટે હાઇવે ક્રોસ કરવા પહેલા રોડની સાઈડમાં ઉભા ઘેટાંના ટોળાં લઈને ઉભા હતા

અબોલ જીવના મોત થતાં જીવદયાપ્રેમીઓમાં ટ્રકચાલક સામે રોષ ફાટી નીકળ્યો હતો. ચાલક સામે કડક કાર્યવાહીની માગ ઊઠી હતી. તસવીર જિજ્ઞેશ સોમાણી
અબોલ જીવના મોત થતાં જીવદયાપ્રેમીઓમાં ટ્રકચાલક સામે રોષ ફાટી નીકળ્યો હતો. ચાલક સામે કડક કાર્યવાહીની માગ ઊઠી હતી. તસવીર જિજ્ઞેશ સોમાણી

ત્યારે સાણંદ તરફથી પૂર ઝડપે કન્ટેનર ટ્રકના ચાલકે હાઇવે પાસે ઉભા ઘેટાંના ટોળાંને એકાએક અડફેટે લેતા 20 જેટલા ઘેટાંના મોત નિપજ્યા હતા જયારે 7 જેટલાં ઘેટાં ટ્રકના ટાયરમાં આવી જતા ગંભીર ઈજાઓ થાવ પહોંચી હતી. અને હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતા.બીજી તરફ અકસ્માત થતા લોકોના ટોળાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે સાણંદ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રકના ચાલકને ઝડપી લીધો હતો.

અત્રે નોંધનીય છે કે સાણંદ સરખેજ હાઇવે ઉપર આવેલ ગિબપુરા ગામ પાસે હાઇવે તાજેતરમાં આ સ્થળ પાસે અકસ્માત થતા 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. બીજી તરફ હાઇવે પર જતા માતેલા સાંઢ માફક બેફામ જતા વાહન ચાલકો અનેક વખતે અકસ્માતોની વણજાર સર્જાય છે જેમાં નિર્દોષ લોકો અથવા તો મુંગા પશુઓનો જીવ જાય છે. ગ્રામજનો દ્વારા તંત્ર પાસે અનેક વખતે સ્પીડ બ્રેકર મુકવા માંગ કરી છે પરંતુ તંત્ર હજી સુધી કોઈ કાર્યવાહી નહીં કરતાં અંતે તો નિર્દોષ લોકોનો જીવ જાય છે.

હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક અમદાવાદ-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે 20 જેટલા ઘેટાં પર ફેરવી દેતા 17 ઘેટાંના મોત
હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક અમદાવાદ-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે 20 જેટલા ઘેટાં પર ફેરવી દેતા 17 ઘેટાંના મોત

હળવદના કેદારીયા ગામે 20 ઘેટાં પર કન્ટેનર ફરી વળ્યું
આ ઉપરાંત વહેલી સવારના હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક અમદાવાદ-કચ્છ હાઇવે પર કન્ટેનર ચાલકે 20 જેટલા ઘેટાં પર ફેરવી દેતા 17 ઘેટાંના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ ઘેટાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશુપાલકે વળતરની માગ કરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા મશરૂભાઈ માંડણભાઈ ભરવાડ અને દેવા ભાઈ રુખડભાઈ આજે સવારના પોતાના ઘેટાંઓને લઈ ચારવા માટે જઈ રહ્યા હતા ત્યારે કચ્છ અમદાવાદ હાઈવે પર બે જવાબદારીપૂર્વક પુરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે ઘેટાંઓને અડફેટે લીધા હતા જેમાં 17 ઘેટાંના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ જેટલા ઘેટાં ગંભીર રીતે ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો