તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમવારથી ટોલ પ્લાઝા પર તમામ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગનો અમલ થશે. જો વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલચાર્જ ચૂકવવો પડશે. વાહનમાલિકો ઓનલાઇન-ઓફલાઇન ફાસ્ટેગ ખરીદી શકે છે.
અમદાવાદ સહિત રાજ્યના 67 ટકા વાહનોમાં ફાસ્ટેગ હોવાનો દાવો અધિકારીઓએ કર્યો છે. સમગ્ર દેશના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ અમલી થતાં રોકડ વ્યવહાર કરવો પડશે નહીં, ઉપરાંત સમય પણ બચશે. સરકારે 15 ફેબ્રુઆરી સુધી મુદત વધારી હતી. ત્યારબાદ ટોલ પ્લાઝા પર તમામ વાહનો ઉપર ફરજિયાત ફાસ્ટેગ કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે સોમવારથી તેનો અમલ શરૂ થઈ જશે. અત્યાર સુધી ટોલ પ્લાઝા પર પાંચ કાઉન્ટરમાંથી એક કાઉન્ટર પર રોકડ ટોલ લઈ વાહનોને એન્ટ્રી અપાતી હતી. જે સોમવારથી બંધ થઈ જશે.
વર્ષમાં એકાદ વખત ટોલ પ્લાઝાનો ઉપયોગ થતો હોય તો પણ ફાસ્ટ ટેગ જરૂરી છે. ગમે ત્યારે ટોલ પ્લાઝા પરથી ગમે ત્યારે પસાર થવાનું થાય ત્યારે ટોલની રકમ ડબલ ભરવી પડે નહીં. ફાસ્ટેગમાં સામાન્ય બેલેન્સ રાખવાથી તેનો દુરુપયોગ થતો નથી. કોઈપણ સ્થળે જવાનું થાય ત્યારે તેને રિચાર્જ પણ કરાવી શકાય છે.
ટોલ પ્લાઝા પરથી પણ ફાસ્ટેગ મળશે
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.