તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર!
28 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાગુ રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
આ 5 ઘટના પર રહેશે નજર
1) આજથી તમામ વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત, ફાસ્ટેગ નહીં હોય તો ડ્રાઈવર/માલિકને ડબલ ટેક્સ અથવા દંડ ભરવો પડશે.
2) 28 ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
3) અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાગુ રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થશે.
4) રાજકોટ એસટી ડેપો દ્વારા આજથી માધાપર ખાતે હંમાગી ધોરણે બસસ્ટેન્ડ શરૂ કરશે, જામનગર, મોરબી અને જૂનાગઢની 70 ટ્રિપો ટ્રાન્સફર કરી.
5) સુરતના બિલ્ડર-ડાયમંડના વેપારીની 17 વર્ષીય દીકરી રેન્સી દીક્ષાના માર્ગે, ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે.
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન, વિધાનસભાના આગામી સત્રમાં લવ-જેહાદનો કાયદો લાવીશું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર જંગમાં ઊતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. આ સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ-જેહાદનો કાયદો લાવીશું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવવાના ના નથી.
વાંચો સમાચાર વિગતવાર
2) રાજકોટના વોર્ડ નં.1માં ભાજપના કાર્યકરે જીવના જોખમે 50 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર પાર્ટીનો ઝંડો લહેરાવ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસમાં ઝનૂન જોવા મળી રહ્યું છે. રાજકોટના વોર્ડ નં.1માં લાખના બંગલા પાસે ભાજપના કાર્યકરનું ચૂંટણીનું ઝનૂન કહેવું કે પાગલપન કહેવું તેવો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ભાજપનો એક કાર્યકર પ્રચાર કરવામાં મોબાઇલ ટાવરને પણ છોડતો નથી. 50 ફૂટ ઉંચા મોબાઇલના ટાવર પર જીવના જોખમે ચડી પાર્ટીનો ઝંડો લગાવતો નજરે પડે છે.
વાંચો સમાચાર વિગતવાર
3) ટ્રાન્સજેન્ડર હોવાની જાણ થતાં પરિવારે તરછોડેલી પાયલ આજે સિવિલ એન્જિનિયર બની, એનજીઓ શરૂ કરી
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલની બહાર અનેક નામી લોકો દીવાલ પર પોતાના ચિત્રો દોરી રહ્યા હતા. જેમાં એક ટ્રાન્સજેન્ડર પણ પોતાની કલા કલર દ્વારા દીવાલ પર ચિત્ર સ્વરૂપે દોરી રહ્યો હતો. આ ટ્રાન્સજેન્ડરને પરિવારે તરછોડી હતી પણ તેણે મન મક્કમ બનાવી ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે સિવિલ એન્જિનિયર છે.
વાંચો સમાચાર વિગતવાર
4) રાજકોટમાં યુવકને લિવર-બ્લોકેજની ગંભીર બીમારી છતાં પ્રેમિકાએ પ્રેમલગ્ન કરી ભરથાર બનાવ્યો
રાજકોટના શ્રીજીનગર વિસ્તારમાં રહેતા આકાશ સંપત અને ધારા સંપતની. આકાશ PORTAL CAVERNOMA બિમારીથી પીડાય છે. જેને લિવર-બ્લોકેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીમારીની જાણ હોવા છતાં પણ પ્રેમિકા ધારા સંપતે આકાશ સાથે પ્રેમલગ્ન કરી ભરથાર બનાવ્યો.
વાંચો સમાચાર વિગતવાર
5) રાજકોટની ગૌશાળામાં લોકોએ વેલેન્ટાઈન નહીં ‘કાઉ હગ ડે’ ઊજવ્યો
રાજકોટની શ્રીજી ગૌશાળામાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી છે. ગૌશાળામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાની પ્રેયસીને નહીં પરંતુ ગાયમાતાને ગળે લગાવીને કાઉ હગ ડેની ઉજવણી કરી હતી. ગાયમાતાને ભેટવાથી સાત્વિક ઊર્જા મળે છે. વિદેશમાં લોકો રૂપિયા ખર્ચીને કાઉ હગ કરીને પોઝિટિવ એનર્જી મેળવે છે.
વાંચો સમાચાર વિગતવાર
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.