તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાસ્ટેગ:એક જ દિવસમાં 25 હજાર વાહનમાં ફાસ્ટેગ, 81 ટકા વાહનોમાં ફાસ્ટેગ, નહીં હોય તો ડબલ ટેક્સ લેવાશે

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકારે તમામ ટોલપ્લાઝા પરથી પસાર થતાં વાહનો પર ટોલ માટે 15મી ફેબ્રુઆરીના રાત્રિના 12.00 વાગ્યાથી ફાસ્ટેગ ફરજિયાત કરાયું છે. જેના પગલે વાહન માલિકોમાં દોડધામ મચી ગઇ છે. અત્યાર સુધીમાં રાજ્યના 81 ટકા વાહનોમાં ફાસ્ટેગ લાગી ગયું છે. જ્યારે ફરજિયાત નિયમના અમલ પૂર્વે એક દિવસમાં અંદાજે 25 હજાર વાહનોમાં ફાસ્ટેગ લાગ્યુ છે.

કેન્દ્ર સરકારે 2019માં ફાસ્ટેગની શરૂઆત કરી હતી. ફાસ્ટેગ ફરજિયાત કરવાની વારંવાર ઔપચારિક જાહેરાત કરી હતી. પરંતુ નિર્ણય લેવાયો નહીં. દરમિયાન ગત મહિને દોઢ મહિનાની છૂટછાટ આપી હતી. જેની અવધિ 15મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના 12.00 વાગે પૂર્ણ થતી હતી. કેન્દ્રએ નવી છૂટછાટ નહીં આપી ફરજિયાત અમલ કરાવતા ઉપરોક્ત અવધિ બાદ ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી ડબલ ટોલ લેવાયો હતો. જોકે અડધી રાતે ડબલ ટોલ લેતા વાહન માલિકોએ કકળાટ કર્યો હતો. બીજીતરફ સોમવારે એક દિવસમાં રાજ્યના વિવિધ ટોલપ્લાઝા પરથી પસાર થતાં 25 હજાર વાહનોમાં ફાસ્ટેગ લગાવ્યું હતું. ફાસ્ટેગ માટે ટોલપ્લાઝા પર પણ વ્યવસ્થા કરાઇ છે. અધિકારીઓએ કહ્યું કે, વાહન માલિકો સહકાર માટે અને ફાસ્ટેગ મૂકાવે. પ્રત્યેક વાહનો માટે ફાસ્ટેગ સુરક્ષિત છે અને સમયની પણ બચત થશે. સરકારે અગાઉ અનેક વખત ફાસ્ટેગની મુદ લંબાવી હતી. એક્સપ્રેસ-વે પર 6માંથી એક લેન રોકડ વ્યવહાર માટે હતી. પરંતુ ફાસ્ટેટગ ફરજિયાત થતાં હવે આ લેન પણ બંધ કરાઈ છે.

ફાસ્ટેગ વગરનાં વાહનો દંડાશે
ટોલપ્લાઝા પર 15મી ફેબ્રુઆરી 12 વાગ્યાથી તમામ વાહનો પર ફરજિયાત ફાસ્ટે કરવાનો નિર્ણય કરાયો છે. હવે ટોલપ્લાઝા પરથી પસાર થતાં વાહનોમાં ફાસ્ટેગ નહીં હોય તો ડબલ ટોલ વસૂવાનો નિર્ણય કરાયો છે. ટોલપ્લાઝા પર ચાર લાઇન ફાસ્ટેગ અને રોકડ માટે હતી. હવે રોકડ માટેની લાઇનમાં ફાસ્ટેગ વગરના વાહનો પાસે ડબલ ટોલ વસૂલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો