તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉર્જા મંત્રીની પ્રેસ કોન્ફરન્સ:'આજથી ખેડૂતોને રોજ 2 કલાક વધુ વીજળી અપાશે, સરકારનો માસિક 300 કરોડનો ખર્ચ વધશે, વીજ જોડાણનું કામ 20 દિવસમાં પૂર્ણ થશે'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પત્રકાર પરિષદ સંબોધતા સૌરભ પટ� - Divya Bhaskar
પત્રકાર પરિષદ સંબોધતા સૌરભ પટ�
  • અગાઉ 7 કરોડ યુનિટ વીજળી અપાતી, હવે વધુ 2 થી અઢી કરોડ યુનિટ વીજળી અપાશે: સૌરભ પટેલ
  • વાવાઝોડામાં નુકસાન બાદ રાજ્યમાં 98 ટકા વીજ જોડાણોનું કામ પૂર્ણ થયું: સૌરભ પટેલ

આજે ગાંધીનગરમાં CM રૂપાણીની અધ્યક્ષતામાં સવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ ઉર્જા મંત્રી સૌરભ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે આજથી ખેડૂતોને રોજ 2 કલાક વધારી રોજ 8ના બદલે 10 કલાક વીજળી આપવાના નિર્ણય વિશે વાત કરી હતી. મુખ્યમંત્રીના આ નિર્ણયથી સરકાર પર માસિક 300 કરોડનો ખર્ચ વધશે.

ખેડૂતોને આજથી રોજ 10 કલાક વીજળી મળશે
ખેડૂતોને વીજ વધારા વિશે ઉર્જા મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારની નીતિ પ્રમાણે ખેડૂતોને 8 કલાક વીજળી અપાય છે. જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વધુ 2 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયની આજથી શરૂઆત થઈ ગઈ છે. અગાઉ 7 કરોડ યુનિટ વીજળી આપવામાં આવતી હતી. હવે વધુ 2થી અઢી કરોડ યુનિટ વીજળી અપાશે. આ માટે ગુજરાત અને અન્ય વિસ્તારમાંથી વીજળી લેવાશે. જે માટે સરકાર પર માસિક 300 કરોડનો વધુ બોજો પડશે.

વાવાઝોડામાં નુકસાન બાદ વીજ જોડાણનું 98 ટકા કામ પૂર્ણ થયું
તાઉ-તે વાવાઝોડાના કારણે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. સૌરભ પટેલે વાવાઝોડા બાદની કામગીરી અંગે જણાવ્યુ કે, આગામી 20 દિવસમાં વીજ જોડાણની તમામ કામગીરી પૂર્ણ થઈ જશે. 50 વર્ષની કામગીરી 10 કલાકના વાવઝોડામાં નાશ પામી હતી. રાજ્યમાં 98 ટકા વીજ જોડાણોનું કામ પૂર્ણ થયું છે. હજારો નવા થાંભળા ઊભા થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ટીમો કામે લાગી છે.