તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ખેડૂતો ટૂંકી મુદતનું ધિરાણ 31 ઓગસ્ટ સુધી ભરી શકશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાક ધિરાણ માટે ત્રણ મહિનાની મુદત વધારાઈ
  • રાજ્ય સરકાર પર વ્યાજનું રૂ. 160 કરોડનું ભારણ

કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ ખેડૂતોને ટૂંકી મુદતનું ધિરાણ બે મહિના મોડું ભરવાની સુવિધા કેન્દ્ર સરકારે આપી હતી. આ સુવિધા ઓછી પડશે તેવી રજૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારને કરતા કેન્દ્ર સરકારે ટૂંકી મુદતનું ધિરાણ તા. 31મી ઓગસ્ટ સુધીમાં ભરી શકાશે તેવી સમય મર્યાદા નક્કી કરી છે.  લોકડાઉન લંબાયું હોવાથી ખેડૂતો હજુ પાકના વેચાણ કરી રહ્યા છે. આથી ટૂંકી મુદતનું ધિરાણ ભરવામાં હજુ સમય મર્યાદા વધારવી જોઇએ તેવી રજૂઆત કરી હતી. જેનાપગલે કેન્દ્ર સરકારે 31મી ઓગસ્ટ સુધી મુદત વધારી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને 7 ટકાના દરે પાક ધિરાણનાે 3 ટકા કેન્દ્ર અને 4 ટકા રાજ્ય સરકાર ભોગવે છે. જેથી રાજ્ય સરકાર પર 160 કરોડનો બોજ પડશે.

અન્ય સમાચારો પણ છે...