તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ શહેરી વિસ્તારો ઉપરાંત ગામડાઓમાં વિવિધ યોજનાઓનો વ્યાપ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાઇ રહ્યું છે. ખેડૂતોની વર્ષો જૂની દિવસે વીજળી આપવાની માગણી પૂર્ણ કરવા અમલી બનાવાયેલી કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં વધુ 30 જિલ્લાના 2409 ગામોને આવરી લેવામાં આવ્યા છે.
3500 કરોડની આ યોજનાનો પ્રારંભ બે મહિના પહેલા વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી કર્યો હતો અને પ્રથમ તબક્કે 3 જિલ્લાના 1055 ગામોને આવરી લેવાયા હતા. હવે બીજા તબક્કા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી 3,5,7 અને 9મી જાન્યુઆરીએ અલગ અલગ સ્થળોએ યોજનાનો પ્રારંભ કરાશે. બીજા તબક્કામાં 150 તાલુકાના 1.90 લાખ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પડાશે. સૌથી વધુ સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ગામોને આ લાભ મળશે.
2444 કરોડના ખર્ચે 11 સબસ્ટેશન બનાવાશે
ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, આ યોજના હેઠળ સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા દરમિયાન વીજળી અપાશે.આગામી સમયમાં ખેડૂતોને દિવસે વીજ પુરવઠો પૂરો પાડવા માટે 520 કરોડના ખર્ચે 220 કેવીના નવા 11 સબસ્ટેશન અને 2444 કરોડના ખર્ચે નવી લાઇનો ઊભી કરાશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.