તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:ખેડૂતોનું દેશવ્યાપી બંધનું એલાન, ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને વય મર્યાદા ધ્યાને લીધા વિના કોરોના વેક્સિન અપાશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નમસ્કાર!

ગાંધીનગર મનપાની ચૂંટણી માટે આજે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ચીફ કોર્ટ બિલ્ડીંગ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગમાં કોરોના વિસ્ફોટના પગલે રાજકોટ કોર્ટમાં પક્ષકારો-અસીલોની આજે પ્રવેશબંધી....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ48,440.12-740.19
ડોલરરૂ.72.62+0.06
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ46,600-

આ 4 ઘટના પર રહેશે નજર
1) કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું દેશવ્યાપી બંધનું એલાન, વેપારીઓ સહિત વિવિધ સંગઠનોનો ટેકો
2) ગાંધીનગર મનપાની ચૂંટણી માટે આજે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
3) ચીફ કોર્ટ બિલ્ડીંગ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગમાં કોરોના વિસ્ફોટના પગલે રાજકોટ કોર્ટમાં પક્ષકારો-અસીલોની આજે પ્રવેશબંધી.
4) ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી PGના અલગ અલગ વિષયની ઓફલાઈન પરીક્ષા યોજાશે, હાજર ન રહી શકનારને બીજી તક અપાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોના વેક્સિન અપાશે, કોઈ વય મર્યાદા ધ્યાને લેવાશે નહીં
રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીની વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં ઓલટાઈમ હાઈ 1,961 નવા કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર, 7 દર્દીઓના મોત
રાજ્યમાં કોરોનાના ઓલટાઈમ ન્યુ હાઈ 1,961 નવા કેસ નોંધાયા છે, છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર થયો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1405 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તેમજ સુરત શહેરમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,473 થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકી હોસ્પિટલ તરફ દોડી, સારવાર મળે એ પહેલાં રસ્તામાં જ મોત
સુરતના પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ નાઈટ કર્ફ્યૂને કારણે જીવ ગુમાવ્યો છે. 24મીની રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યૂનો હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. જેથી માતાએ પોતે જ તેને ઊંચકીને સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. જોકે સારવાર મળે એ અગાઉ જ બાળકીનું મોત થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

4) સુરતમાં રસી મુકાવ્યા બાદ 24 કલાકમાં વૃદ્ધ મહિલાનું મોત, દર્દીનાં શુગર અને પ્રેશરની તપાસ કર્યા વગર જ રસી આપી
24 માર્ચે સુરતના કામરેજના મોરથાણ ગામમાં કોરોનાની રસી લીધાના 24 કલાક બાદ વૃદ્ધાનું મોત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. વૃદ્ધાના મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. મંગળવારે મોરથાણા પ્રાથમિક શાળામાં આયોજિત કેમ્પમાં ગામના 100થી વધુ શ્રમજીવીઓએ કોરોનાની રસી લીધી હતી. ત્યારબાદ તપાસમાં સામે આવ્યું કે વૃદ્ધા શુગર અને પ્રેશરના દર્દી હતાં. અને વેક્સિન લીધા પહેલાં તેઓ બીમાર પણ હતાં.
વાંચો સમાચાર વિગતવાર

5) ફરિયાદીનો આક્ષેપ, બાપુનગર PSIએ ચોરને છોડી કહ્યું, ચોર-બૂટલેગરોને પકડીશું તો અમારું કોણ પૂરું કરશે
અમદાવાદના બાપુનગરના વેપારીની ડેકોરેશનની દુકાન બહાર એક શખસ લોડિંગ રિક્ષાની બેટરી ચોરવા આવ્યો હતો. વેપારીએ સીસીટીવીમાં ચોરને જોઈ જતાં મિત્રને જાણ કરી ચોરને પકડી બાપુનગર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, જ્યાં હાજર PSI ચંદ્રસિંહ પરમારે વેપારીને ફરિયાદ નોંધીશું કહી ઘરે મોકલી દીધા હતા. બીજા દિવસે ગયા ત્યારે ચોરને છોડી મૂકવા બાબતે વાત કરતાં PSI પરમારે કહ્યું હતું કે ચોર-બૂટલેગરોને પકડીશું તો અમારું કોણ પૂરું કરશે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો