તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Farmers' Agitation Raises Concerns Of Rupani Government Even Before Panchayat Elections, Patil's Exercise To Persuade Farmers, Ministers, MLAs, MPs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:પંચાયતોની ચૂંટણી પહેલાં જ ખેડૂત આંદોલનને કારણે રૂપાણી સરકારની ચિંતા વધી, ખેડૂતોને મનાવવા પાટીલની કવાયત મંત્રી, ધારાસભ્યો, સાંસદોને દોડાવ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગઈ વખતે ભાજપે પંચાયતો ગુમાવતા આનંદીબેન પટેલની મુશ્કેલીઓ વધી ગઈ હતી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થોની ચૂંટણીઓ ફેબ્રુઆરી માસમાં યોજાઇ શકે છે. હાલ કોરોના સંક્રમણને કારણે શહેરી વિસ્તારોમાં ભાજપને ચૂંટણીઓમાં નુક્સાન દેખાઇ રહ્યું છે, તો ખેડૂત બિલો મામલે થઇ રહેલા આંદોલનને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ સરકાર વિરોધી જુવાળ ઊભો થઇ શકે તેવી ગણતરીને આધારે રૂપાણી સરકારની ચિંતા વધી છે. આ બાબતને લઇને હવે ભાજપે પોતાના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને કાર્યકરોને ડેમેજ કંટ્રોલ માટે તૈયાર રહેવા સૂચના અપાઇ છે.

સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર હવે ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની યાદી બનાવવા કામે લાગી ગઇ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ ખેડૂતો માટેની વિવિધ બજેટ યોજનાઓ તથા તેમને મળવાપાત્ર વળતર ઉપરાંત અન્ય જાહેરાતો હવે ટૂંક સમયમાં થવા લાગશે. આ સાથે હવે ભાજપ પ્રમુખ સી આર પાટીલે તાબડતોબ બેઠકો કરીને રણનીતિ ઘડવાનું શરૂ કર્યું છે. સોમવારે પણ પાટીલે ભાજપના વિવિધ કિસાન નેતાઓ સાથે કોન્ફરન્સ કરી ખેડૂત આંદોલનને ગુજરાતમાં નિષ્ફળ બનાવવા યોજના બનાવી હતી.

આ દરમિયાન ભાજપના સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ પક્ષ પ્રમુખે ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોને પોતાના વિસ્તારોમાં ખેડૂતો અને તેમના સંગઠનો કે જૂથો સાથે ચર્ચા કરીને ઠંડા પાડવા હુકમો કર્યાં છે. કેન્દ્રની સૂચના પ્રમાણે પક્ષ અને સરકાર તરફથી પક્ષના દરેક કાર્યકરોને ખેડૂતોને સમજાવવા માટેનો વ્યૂહ જણાવાશે. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો ગ્રામિણ વિસ્તારોમાં જઇને સંપર્ક શરુ કરશે તથા ખેડૂત બિલોના સંદર્ભમાં તેના વખાણ થાય તેવો પ્રચાર કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો