તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાળી ચૌદસની રાતે જ સેટેલાઈટમાં સાસુ - વહુ વચ્ચે ઝઘડો થતાં બંને વચ્ચે જાહેરમાં મારામારી થઇ હતી, જેમાં સાસુ, ભાભી સહિત 3 મહિલાએ ભેગા મળીને પુત્રવધૂના વાળ ખેંચી - લાતો અને ફેંટોનો માર માર્યો હતો. જ્યારે પુત્રવધૂએ સ્ટીક વડે સાસુ - મોટા ભાભીની ધોલાઇ કરવા ઉપરાંત સાસુને બચકુ ભરી લીધંુ હતું. આ મામલે સેટેલાઈટ પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. સાબરમતી સિધાચલ વાટિકા સામેના સામર્થ્ય પ્રીમિયમમાં રહેતી વેલેન્ટિના રાજેન્દ્રભાઇ શાહે(23) કુલદીપ પરીખ સાથે 8 મહિના પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં. જોકે લગ્નના થોડા જ સમયમાં વેલેન્ટિના અને કુલદીપ વચ્ચે મનમેળ નહીં રહેતા બંને જુદા થઇ ગયા હતા અને કોર્ટમાં છૂટાછેડા માટે કેસ કર્યો હતો.
દરમિયાનમાં કાળી ચૌદસની મોડી રાતે વેલેન્ટિના કુલદીપના ઘરે ગઇ હતી અને તેની અને કુલદીપ વચ્ચે ઝઘડો થતાં વેલેન્ટિનાએ કુલદીપને માર માર્યો હતો. દરમિયાનમાં તે જ સમયે કુલદીપના મમ્મી ચેતનાબહેન શર્મા - તેમના પુત્રવધૂ અભિ ગંગદેવ તેમજ અન્ય એક સ્ત્રી સાથે ત્યાં આવ્યાં હતાં. દરમિયાનમાં ચેતનાબહેન વેલેન્ટીનાનાં વાળ ખેંચી ઘરની બહાર લઈ આવ્યાં હતાં. જ્યાં ત્રણેય મહિલાઓએ ભેગા મળી વેલેન્ટીનાને લાતો અને ફેંટોનો માર માર્યો હતો. બીજી તરફ વેલેન્ટીના સ્ટિક લઈને આવીને તેણે સાસુ, ભાભી અને તેમની સાથે આવેલી મહિલાને માર માર્યો હતો. તેમજ ચેતનાબહેનને બાથે બચકું ભરી લીધું હતું.
‘તું મારા દીકરા સાથે કેમ આવી છું’, તેમ કહીને ઝઘડો કર્યો હતો
પુત્રવધૂ વેલેન્ટિનાની ફરિયાદ અનુસાર, હું અને કુલદીપ સાથે રાતે 12 વાગ્યે એસજી હાઈવે ઉપર મળ્યાં હતાં. ત્યારબાદ હું કુલદીપને ઘરે મૂકવા ગઈ હતી.હું અને કુલદીપ વાતો કરી રહ્યા હતા ત્યારે ચેતનાબહેન સહિત 3 મહિલાઓ ત્યાં આવી હતી અને ‘તું મારા દીકરા સાથે કેમ આવી છંુ’, તેમ કહીને ઝઘડો કરી મારામારી કરી હતી.
‘પુત્રવધૂ દીકરાને મારી રહી હતી’
સાસુ ચેતનાબેનની ફરિયાદ અનુસાર, હું રાતે મારા ઘરે સુતી હતી ત્યારે કુલદીપના પીજીમાં રહેતા ભુરાભાઇએ ફોન કરીને કહ્યું હતું કે, એક છોકરી કુલદીપને મારી રહી છે. આ વાત સાંભળતા જ હું મારા દીકરાની વહુ અભિને લઇને કુલદીપના પીજી ઉપર ગઈ હતી. ત્યાં જોયું તો વેલેન્ટીના કુલદીપને મારી રહી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.