તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇ-ઓક્શન:ફેન્સી નંબરની ઓનલાઈન હરાજીથી અમદાવાદ RTO કમાણી કરશે, 15થી 17 જૂન સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનપસંદ નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો માટે RTO કરશે ઓનલાઈન હરાજી.
  • ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પસંદગીના નંબરની હરાજી યોજાશે.

અમદાવાદ આર.ટી.ઓ આગામી 18મી જૂનથી કાર તથા ટુ અને થ્રી વ્હીલર માટેના VIP વાહન નંબરોની ઓનલાઈન હરાજી કરશે. આ માટે પસંદગીનો નંબર લેવા ઈચ્છતા વાહન માલિકોને ઓનલાઈન હરાજીમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વાહન નંબરના હરાજીની આ પ્રક્રિયા 3 દિવસ સુધી ચાલશે.

RTOમાં મનપસંદ નંબરની ઓનલાઈન હરાજી
અમદાવાદ RTOએ પસંદગીના નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલિકો માટે ઓનલાઈન હરાજીનો નિર્ણય કર્યો છે. જેમાં ગોલ્ડન નંબર, સિલ્વર નંબર તથા અન્ય પસંદગીના નંબરોની હરાજી કરવામાં આવશે. જેમાં ગોલ્ડન નંબરની બેસ પ્રાઈસ ટુ તથા થ્રી વ્હીલર માટે 8000 અને ફોર વ્હીલર માટે 40000 રૂપિયા રાખવામાં આવી છે. સિલ્વર નંબર માટેની બેસ પ્રાઈસ 3500 અને 15000 રૂપિયા તથા અન્ય નંબરો માટે બેસ પ્રાઈસ 2000 અનેં 8000 રૂપિયા રાખવામાં આવી છે.

ગોલ્ડન, સિલ્વર અને પસંદગીના નંબરોની હરાજી થશે
ગોલ્ડન, સિલ્વર અને પસંદગીના નંબરોની હરાજી થશે

રજીસ્ટ્રેશન અને હરાજીનો સમય
વાહનના મનપસંદ નંબર માટે રજીસ્ટ્રેશન કરાવવાનો સમય 15 જૂન સવારે 10.30 વાગ્યાથી 17 જૂન રાત્રે 11.59 મિનિટ સુધી રાખવામાં આવ્યો છે. મનપસંદ નંબરોની હરાજી 18 તારીખે રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે અને 20 જૂન સુધી રાત્રે 11.59 મિનિટ સુધી ચાલશે. હરાજીમાં ભાગ લેવા ઈચ્છતા યુઝરે https://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી કરાવવાની રહેશે.

રજીસ્ટ્રેશન તથા હરાજીના નિયમો અને શરતો

અન્ય સમાચારો પણ છે...