જવાબદાર કોણ?:અમદાવાદની નવગુજરાત કોલેજમાં ચાલુ ક્લાસે પંખો નીચે પડ્યો, BCAના વિદ્યાર્થીને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવગુજરાત કોલેજમાં આજે વર્ગમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. ત્યારે ચાલુ ક્લાસે અચાનક જ જર્જરિત દીવાલ પરથી પંખો નીચે પડ્યો હતો. જેમાં નીચે બેઠેલા BCAના એક વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી. આથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, છેલ્લા દોઢ વર્ષથી પંખો તૂટેલી હાલતમાં હતો.

ક્લાસ શરૂ થયાની 10 મિનિટમાં પંખો પડ્યો
​​​​​​​
ઇન્કમટેક્સ પાસે આવેલી નવગુજરાત કોલેજના કેમ્પસમાં અલગ અલગ કોલેજ ચાલી રહી છે. જેમાં BCAના વર્ગમા 25-30 વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. ત્યારે ક્લાસ શરૂ થયાની 10 જ મિનિટમાં પંખો તૂટીને નીચે પડ્યો હતો.પંખા કેટલાય સમયથી તૂટેલી હાલતમાં જ છે. પંખો પડતા કર્મ પરમાર નામનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પંખો પડતા જ વિદ્યાર્થીઓ બહાર આવી ગયા હતા અને કોલેજને રજૂઆત પણ કરી હતી. જો કે, નવગુજરાત કોલેજમાં કેટલાય સમયથી બાંધકામનું કામ ચાલી રહ્યું છે છતાં વિદ્યાર્થીઓને ભણવા માટે બોલાવવા આવી રહ્યા છે.

એડમિશન લીધું ત્યારથી ક્લાસમાં પંખા તૂટેલી હાલતમાંઃ વિદ્યાર્થિની
ધ્રુવી સોલંકી નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમે એડમિશન લીધું ત્યારથી ક્લાસમાં પંખા તૂટેલી હાલતમાં જ છે. અમને કહેવામાં આવ્યું હતું કે, બીજા સેમેસ્ટરમાં વર્ગ બદલી દેવામાં આવશે. પરંતુ ત્રીજું સેમેસ્ટ ચાલી રહ્યું છે છતાં દોઢ વર્ષથી અમે એક જ વર્ગમાં છીએ. પંખો પડતા બધા જ વિદ્યાર્થીઓ ગભરાય ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...