તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિલેજ ટુરિઝમ:પ્રખ્યાત સ્થળો જોખમી થતા લોકો ગામડાં તરફ વળ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીકેન્ડ અને મિની વેકેશન ગાળવા સેંકડો અમદાવાદીઓ ગામડાંના ઘરો કે ફાર્મ હાઉસ પર જાય છે

કોરોના મહામારી બાદ ટુરિઝમ ક્ષેત્રમાં મોટા ફેરફાર આવ્યા છે. અન્ય ફેમસ જગ્યાઓએ જવાને બદલે લોકો હવે ગામડાંઓમાં જવાનો આગ્રહ રાખી રહ્યાં છે. મહિને 15 જેટલાં બુકીંગ અમદાવાદમાંથી વિકેન્ડ અને મિની વેકેશન ગાળવા માટે થઇ રહ્યા હોવાનું ટૂર ઓપરેટર્સ દ્વારા નોંધાયું છે. જેના કારણે ટુરિઝમનો કન્સેપ્ટ જ બદલાઇ ગયો છે. જે લોકો પહેલા ઇન્ટરનેશનલ ટ્રાવેલીંગ કરવાનું પસંદ કરતા હતા તેઓ હવે ડોમેસ્ટીક ટ્રાવેલીંગ કરતા થયા છે. ડોમેસ્ટીક ટ્રાવેલીંગમાં પણ હવે વિલેજ ટ્રાવેલીંગનો કન્સેપ્ટ બાળકો ઘરાવતાં પરિવારોમાં ખૂબ વધ્યો છે.

કોરોનાકાળ બાદ ગુજરાતના જંગલ અને ખાસ પ્રકારની ખેતી ધરાવતાં ગામડાઓમાં ફરવા જવાનું લોકો પસંદ કરી રહ્યાં છે. આ પ્રકારના પ્રવાસનથી બાળકોનું નોલેજ વધવા સાથે કુદરતી સાનિધ્ય પણ મળે છે. ગામડાંમાં બાળકોને ખેતી, પશુપાલન, ચૂલા તૈયાર કરવા, પાણી ભરવાની પદ્વતિ શીખવવા સાથે એડવેન્ચર પણ મળે છે. જેથી બાળકોને પણ રૂટિન લાઇફથી કંઇક જુદું શીખવા મળે છે અને તેમની માનસિકતાનો પણ વિકાસ થાય છે. ખુલ્લા તળાવ, મેદાનો, પર્વતમાળા, પશુપાલન જેવા અનુભવો શહેરોમાં મળવા દુર્લભ છે ત્યારે આ અનુભવ માટે ફોરેનર્સ અને યુવા વર્ગ અને પરીવારો ગામડાં તરફ વળ્યાં છે.

બારડપાની : ટૂરિસ્ટ ખેતી સાથે રાંધણ અને પશુપાલન કરે છે
સાપુતારામાં બારડપાની ગામ છે. જ્યાં બાળકોને બે દિવસ માટે ગ્રામિણ જીવન જીવતા શિખવાડાય છે. બાળકોને ખેતી કરવી, રસોઇ બનાવવી એટલે કે અનાજ ઉગાડવાથી થાળીમાં મળતા ભોજન સુધી કેટલી મહેનત હોય છે તેનો અનુભવ કરાવાય છે. - મેઘના શાહ,

ઝેનાબાદના કચ્છી ભૂંગા : વિલેજ ટૂરિસ્ટ છાણ-માટીના ઘરમાં રહે છે
ઝેનાબાદ વિલેજ ટૂરિસ્ટોમાં પ્રખ્યાત છે. અહીં ફ્લેમિંગો બ્રીડિંગ માટે આવે છે. મોટી સંખ્યામાં ફોરેનર્સ પણ આવે છે. ટુરિસ્ટને વિલેજ લાઇફનો અનુભવ કરાવવા ગ્રામ્યજનો છાણ અને માટીથી લીપેલા ઘરો "કચ્છી ભૂંગા' રેન્ટ પર આપે છે. - દેવર્ષ કોઠારી, ટુર ઓપરેટર

પ્રખ્યાત સ્થળે આવેલા ગામના ઘરોમાં ટૂરિઝમ વિકસવું જોઇએ
ફોરેન ટુરિસ્ટ પેકેજમાં પ્રખ્યાત જગ્યા નજીકના ગામડાઓમાં બુકિંગ માંગે છે. પણ, ગુજરાતીઓને આવી જગ્યાએ લક્ઝરી જાેઈતી હોય છે. તે માટે ટૂરિઝમ વિભાગે ગુજરાતની આસપાસના ગામડાઓ સાથે વાત કરી ઈક્સપ્લોર કરવાની જરૂર છે. - અનુજ પાઠક, ટેગ, સેક્રેટરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો