અમદાવાદ / પ્રખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલા કોરોનાના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ, પુત્રએ કહ્યુ- ફેફસામાં ઇન્ફેક્શન છે

બેજાન દારૂવાલાની ફાઇલ તસવીર.
બેજાન દારૂવાલાની ફાઇલ તસવીર.
X
બેજાન દારૂવાલાની ફાઇલ તસવીર.બેજાન દારૂવાલાની ફાઇલ તસવીર.

  • બેજાન દારૂવાલા હાલ ઓક્સિજન પર
  • કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરી બેજાન દારૂવાલાની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 11:28 PM IST

અમદાવાદ. પ્રખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલાની તબિયત લથડતા તેઓને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ હાલ ઓક્સિજન પર છે. તેમને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા છે. જો કે તેમના પુત્ર નસ્તુર દારૂવાલા એ કોરોના હોવાથી ઇનકાર કરતા કહ્યું કે કે તેમને ફેફસામાં ઇન્ફેક્શન છે. જ્યોતિષી બેજાન દારૂવાલાની તબિયત લથડતા તેઓને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દારૂવાલાને ફેફસામાં ઇન્ફેક્શન થતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને હાલમાં તેઓ ઓક્સિજન પર છે. તેઓને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા છે. 
અમે કોરોનામાં માનતા નથી: પુત્ર નસ્તુર દારૂવાલા
બેજાન દારૂવાલાના પુત્ર નસ્તુર દારૂવાલાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતાજીને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો છે. ફેફસામાં ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેઓ ઓક્સિજન પર છે. અમે કોરોનામાં માનતા નથી. તેમની તબિયત સ્થિર થાય તેના માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે બેજાન દારૂવાલા ખુબજ પ્રખ્યાત જ્યોતિષી છે. તેઓની 90 વર્ષની ઉંમર છે.
દરમિયાન કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને બેજાન દારૂવાલાની નાદુરસ્ત તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી