તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદો માટે પ્રાર્થના:છત્તીસગઢમાં નક્સલ હુમલામાં શહીદ જવાનોને SGVP ગુરુકુળ પરિવારે ઓનલાઈન ધૂન દ્વારા આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા SGVP ગુરુકુળમાં ઓનલાઈન ધૂન - Divya Bhaskar
શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા SGVP ગુરુકુળમાં ઓનલાઈન ધૂન
  • શહીદ જવાનોની આત્માને શાંતિ તથા ઈજાગ્રસ્ત જવાનો માટે ઓનલાઈન પ્રાર્થના રૂપે ધૂન રખાઈ
  • દેશ વિદેશના હજારો હરિભક્તોએ ધૂનમાં જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરી હતી

છત્તીસગઢના સુકમા જિલ્લાના જંગલોમાં નક્સલ હુમલામાં સુરક્ષાદળોના 24 જવાન શહીદ થયા છે. ત્યારે SGVP ગુરુકુળ પરિવાર દ્વારા આ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુરુકુળ દ્વારા શહીદ જવાનોની આત્માને શાંતિ તથા ઈજાગ્રસ્ત જવાનો માટે ઓનલાઈન પ્રાર્થના રૂપે ધૂન રખાઈ હતી. જેમાં કથા શ્રવણ કરતા દેશ વિદેશના હજારો હરિભક્તોએ ધૂનમાં જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરી હતી.

નક્સલ હુમલામાં શહીદ જવાનો માટે ધૂન
અમદાવાદના SGVP ગુરુકુલ અને મેમનગર ગુકુકુલ દ્વારા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી છેલ્લા 12 મહિનાથી દરરોજ રાત્રે 8થી 9 દરમિયાન ઓનલાઇન ભગવત કથા ચાલી રહી છે. આ કથા પ્રસંગે છતીસગઢમાં ભયાનક એન્કાઉન્ટરમાં શહીદ થયેલા 24 નવયુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહીદ થયેલા નવયુવાનના આત્માને ભગવાન શાંતિ આપે અને ઈજાગ્રસ્ત નવયુવાનો તેમજ તેના પરિવારજનોને સાંત્વના અને ધીરજ મળી રહે તે માટે SGVP ગુરુકુલમાં એક કલાકની ઓન લાઇન પ્રાર્થના રુપે ધૂન રાખવામાં આવી હતી.

નક્સલોએ હુમલો કરતા 24 જવાનો શહીદ થયા
નક્સલોએ હુમલો કરતા 24 જવાનો શહીદ થયા

અત્યાર સુધીમાં 24 જવાનો શહીદ થયા
નક્સલોએ ટેકલગુડાના જંગલમાં શનિવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં 24 જવાનો શહીદ થયા હતા. નક્સલો જવાનોના મૃતદેહો પરથી તેઓ હથિયારો, જૂતાં અને કપડાં પણ ઉતારીને લઈ ગયા. શનિવારે સવારે 11થી 4 વાગ્યા સુધી ચાલેલી આ અથડામણ પછી ફક્ત બે શહીદના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા. ત્યાં સુધી ફક્ત પાંચ જવાન શહીદ થયાની માહિતી હતી. છત્તીસગઢમાં દસ દિવસમાં આ બીજો મોટો નક્સલ હુમલો છે. 23 માર્ચે નક્સલોએ નારાયણપુર જિલ્લામાં પોલીસ બસને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી
​​​​​​​
બીજાપુરમાં નક્સલી એન્કાઉન્ટર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસની છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા છે. અહીંયા તેઓએ નક્સલી સાથે ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોને જગદલપુરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર પછી તેઓ સિનિયર ઓફિસરો સાથે બેઠકમાં ભાગ લેશે. આ બન્ને કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ તેમની સાથે રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો