તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવરંજની હિટ એન્ડ રન:ફૂટપાથ પર સૂતા શ્રમજીવી પરિવારના ઈજાગ્રસ્ત સભ્યોએ સોલા બાદ અસારવા સારવાર લીધી, વતન દાહોદ રવાના

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેકાબૂ કારે કચડતા મહિલાનું મોત થયું હતું અને 4 ઈજાગ્રસ્ત થયા હતા - Divya Bhaskar
બેકાબૂ કારે કચડતા મહિલાનું મોત થયું હતું અને 4 ઈજાગ્રસ્ત થયા હતા
  • ઈજાગ્રસ્તોએ હોસ્પિટલમાં સારવાર બાદ વતન દાહોદ જવા માટે હોસ્પિટલમાં રજૂઆત કરી હતી
  • હોસ્પિટલની પરવાનગી મળ્યા એબ્યુલન્સ મારફતે દાહોદની હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે 12:30 વાગે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે સોલા બાદ અસારવા સિવિલ રીફર કરાયેલા બે ઈજાગ્રસ્ત પોતાના વતન દાહોદ પરત ફર્યા છે.

સોલાથી બેને અસારવા ટ્રાન્સફર કરાયા હતા
ગત મોડી રાત્રે અકસ્માતમાં ઈજા પામેલાઓને 108 મારફતે સારવારાર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી 2 વ્યક્તિને વધુ સારવાર માટે અસારવા સિવિલ ટ્રાન્સફર કરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે આ દર્દીઓની ગંભીર હાલત જોઈને ચકચાર મચી ગઇ હતી. તેઓને ઈમરજન્સી વોર્ડમાં લઈને તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે બીજા ઇજાગ્રસ્ત સોલા સિવિલથી દાહોદની હોસ્પિટલમાં જવા માટે રવાના થયા હતા.

પરિવારે દાહોદ લઈ જવા માગ કરી હતી
અસારવા સિવિલ હોસ્પિટલમાં આ દર્દીઓની પ્રાથમિક સારવાર બાદ પરિવારે તેમને તેમના વતન દાહોદ લઈ જવા માટે હોસ્પિટલમાં જણાવ્યું હતું. તેઓ અસારવા સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે ગંભીર હાલતમાં હતા. પછી સારવાર બાદ તેમણે હોસ્પિટલના ડોક્ટરને જણાવ્યું હતું કે, અમારું વતન દાહોદ છે. અમારા પરિવારમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. જેથી હવે અમે દાહોદ જવા માગીએ છીએ. અમારા સગાસબધીઓ ત્યાં હશે તો અમને થોડી હિંમત મળશે. જેથી હોસ્પિટલમાં ડોક્ટરે તેઓ દાહોદની હોસ્પિટલ રીફર કરી હતી.