તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક પ્રેમી યુગલે ભાગીને લગ્ન કર્યાં હતા અને બાદમાં લગ્નની નોંધણી કરાવવાની હોઈ વકીલની ઓફિસે ગયા હતા ત્યારે યુવતીના ત્રણ ભાઈઓ એ યુવતીનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. આ અંગે પ્રેમી યુગલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આજકાલ પ્રેમસંબંધને કારણે લગ્ન કરવા માગતા યુવક-યુવતીને ઘરમાંથી મંજૂરી ન મળતા ભાગીને લગ્ન કરવાના કિસ્સા ખૂબ વધતા જતા હોઈ ઉત્તર ગુજરાતમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એ મુજબ મૂળ પાલનપુરના અને હાલ નરોડામાં ભાઈને ત્યાં રહેતા ઈશ્વરભાઈ વાલ્મીકી (ઉં.32)એ 2020માં તેમના જ ગામમાં રહેતી મિતલ પટણી સાથે આઠેક વર્ષથી પ્રેમસંબંધ હોવાથી બંનેને ઘરમાંથી પરવાનગી ન મળતા બંનેેએ ભાગીને લગ્ન કરી લીધા હતા. જોકે આ અંગે જાણ થતા મિતલના પિતાએ પાલનપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાથી ઈશ્વરભાઈ અને મિતલ પાલનપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
લગ્નની નોંધણી માટે બાપુનગર આવ્યા હતા
જોકે પોલીસે મિતલે લગ્ન કરી લીધા હોવાની જાણ કરીને તેના પતિ ઈશ્વરભાઈ સાથે રહેવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ રવિવારના રોજ ઈશ્વરભાઈના ભાઈ રામેશ્વરના સાળાએ ફોન કરીને લગ્નની નોંધણી કરવા માટે અમદાવાદના બાપુનગરમાં આવેલા ભિડભંજન હનુમાન મંદિર પાસેે બોલાવ્યા હતા. તેથી ઈશ્વરભાઈ, મિત્તલ અને તેમના પરિવારના અન્ય સભ્યો સાથે ત્યાં ગયા હતા. દરમિયાન વકીલની ઓફીસ પાસે ઉભા હતા ત્યારે મિતલના કાકાનો દીકરો લાલજી તથા તેના સગા એક રિક્ષામાં આવ્યા હતા અને મિત્તલ સાથે બળજબરી કરી રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરવાની કોશિશ કરવા લાગ્યા હતા.
બૂમો પાડતા પરિવારે બચાવ્યા
જોકે મિત્તલે બૂમો પાડતા ઈશ્વરભાઈ અને તેનો પરિવાર મિત્તલને છોડાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે લાલજી પટણી, કાન્તિભાઈ અને ચંદુભાઈ ‘તું અમારી છોકરી સાથે લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપવા લાગ્યા હતા. જોકે આ દરમિયાન આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. જેથી લાલજી પટણી, કાન્તિભાઈ અને ચંદુભાઈ ત્યાંથી ભાગી ગયા હતા. ઈશ્વરભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં લાલજી પટણી, કાન્તિભાઈ અને ચંદુભાઈના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. ઇશ્વરભાઈની ફરિયાદના આધારે પોલીસે આ ત્રણે સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.