તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સોલામાં બનેવીના ઘરમાં જ ચોરી કરાવનાર કૌટુંબિક સાળો ઝડપાયો, સોનીના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી 1.8 લાખના દાગીના ચોર્યા

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર
  • વેપારીની ફરિયાદને આધારે સોલા પોલીસે સાળાની ધરપકડ કરી

સોલામાં જ્વેલર્સના ઘરમાંથી 3મેએ રૂ. 1 લાખથી વધુ કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. સોલા પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં પારિવારિક સાળો જ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ગોતામાં સિલ્વર હાર્મનીમાં રહેતા નિપુણભાઈ શાહ ગોતા હાઉસિંગ શાક માર્કેટ પાસે જ્વેલરીની દુકાન ધરાવે છે. ગત 3 મેએ તેઓ રાબેતા મુજબ દુકાને ગયા હતા. જ્યારે તેમની પત્ની ઝિંકલ શાહ ઘરે હતા. 11.30 વાગ્યાના સુમારે તેમની પત્ની પણ ઘર બંધ કરી તેમના પિયર ભીમજીપુરાખાતે ગયા હતા. ત્યારબાદ નિપૂણભાઈ પણ દુકાન બંધ કરી 3 વાગે સોલામાં રહેતા સાળા, તેમની પત્નીના માસીના દીકરા બાદલ ઉર્ફે ચકો દશરથભાઈ સોનીના ઘરે મળવા માટે ગયા હતા. ત્યારબાદ સાંજના સમયે ફરીવાર તેમની સાસરી ભીમજીપુરામાં જમવા માટે ગયા હતા. ત્યારબાદ રાતના 10.30 વાગે પતિ-પત્ની ઘરે આવ્યા હતા. ઘરમાં પ્રવેશતા જોયુ તો બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તેમણે તપાસ કરતા બેડરૂમની તિજોરીનો દરવાજો ખુલ્લો હતો, જેમાંથી સોનાના દાગીના કુલ રૂ.1.8 લાખના દાગીના ચોરી થયાની જાણ થઈ હતી.

આ અંગે નિપુણભાઈ શાહે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ અંગેની તપાસ સોલા પીઆઈ જે.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમજે હુણ તથા સ્ટાફે હાથ ધરતા આ ચોરીના ગુનામાં ફરિયાદીના કુટુંબી સાળા બાદલ ઉર્ફે ચકા દશરથભાઈ સોની (રહે. પ્રતિક્ષા એપોર્ટમેન્ટ, સોલારોડ, નારણપુરા) સંડોવાયેલા હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે બાદલ સોની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.

બનેવીને પોતાના ઘરમાં બેસાડી માણસને મોકલ્યો
જ્વેલર્સ નિપુણભાઈ સોની તેમના કુટુંબી સાળા બાદલ સોનીના ઘરે બેસવા માટે ગયા ત્યારે બાદલે અગાઉ કોઈપણ રીતે તેમના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હતી, તે લઈને તેના માણસને નિપુણભાઈના ઘરે મોકલ્યો હતો અને ચોરી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...