તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફરાતફરી:અમદાવાદમાં ચાઇનીઝ ઓક્સિમીટરના ખોટા રીડિંગથી લોકોના શ્વાસ અધ્ધર; ખોટી માહિતીને કારણે ગંભીર સ્થિતિનો હાઉ સર્જાય છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કેટલાક RTPCR માટે તો કેટલાક 108ને કોલ કરવા દોડે છે

બજારમાં મળતા ચાઇનીઝ પલ્સ ઓક્સિમીટર જ્યારે ઓક્સિજન લેવલ ઓછું બતાવે છે ત્યારે લોકોના શ્વાસ અધ્ધર થઇ જાય છે અને તરત જ કોરોનાની અસર છે તેમ સમજીને હોસ્પિટલમાં બેડ શોધવા લાગે છે. સસ્તા ઓક્સિમીટરને કારણે લોકો દોડતા થઈ ગયા છે.

સ્ટાન્ડર્ડ કંપનીઓના ઓક્સિમીટર શરીરમાં ઓક્સિજનની માત્રા કેટલી છે તેની સાચી માહિતી આપે છે પરંતુ સસ્તા ચાઇનીઝ ઓક્સિમીટર ઓક્જિનની માત્રાની સાચી માહિતી નથી આપતાં અને લોકો તેના પર ભરોસો કરીને પરેશાન થઇ રહ્યાં છે. ચાઇનીઝ ઓક્સિમીટરથી એવી સ્થિતિ ઊભી થઇ છે કે કોઇ વ્યક્તિનું ઓક્સિજન લેવલ 90 ટકાથી ઉપર હોય તો પણ તેમાં ચેક કરતા 80થી 85 કે તેનાથી ઓછું બતાવે છે. જેના કારણે લોકો ગભરાઇ જાય છે. કેટલાક તો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા દોડે છે જ્યારે કેટલાક 108ને ફોન કરે છે.

ખોટા મીટરથી 80 હજાર બિલ ભરવું પડ્યું
મને અને મારા પુત્રને કોરોના થતાં મિત્ર પાસે ઓક્સિમીટર મંગાવ્યું જે ચાઇનીઝ હતું. શરૂમાં તો ઓક્સિમીટર વ્યવસ્થિત ચાલ્યું પરંતુ પછીથી ઓક્સિજન લેવલ 80 બતાવતા હોસ્પિટલમાં દાખલ થયો અને 80 હજાર બિલ ચૂકવ્યું. હકીકતમાં લેવલ 98 હતું. - ભાવેશ પટેલ, સેક્રેટરી, અમદાવાદ કેમિસ્ટ એસો.

અન્ય સમાચારો પણ છે...