હાઇકોર્ટની લાલ આંખ:હવે ખોટી રીતે હેબિયસ કોર્પસ કરનારને 25 હજારનો દંડ થશે, મહેસાણાના દંપતીએ કરેલી હેબિયસ સામે HCની નારાજગી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • મરજીથી ઘરેથી ભાગેલી યુવતીઓને શોધવા સરકારી અને કોર્ટની મશીનરીનો દુરુપયોગ કરવામાં આવે છે : હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે ખોટી રીતે હેબિયસ કોર્પસ કરનારા સામે નારાજગી દર્શાવી હતી. પુખ્ત વયની યુવતી ઘરેથી ભાગી ગઇ હોવાથી તેનાં માતાપિતાએ શોધવા હેબિયસ કોર્પસ કરી હતી, જેમાં જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, મોટા ભાગના કેસમાં દીકરી પુખ્ત વયની હોવાથી અને મરજીથી લગ્ન કરી લીધા હોવાનું જાણવા છતાં માતાપિતા સરકારી અને કોર્ટની મશીનરીનો દુરુપયોગ કરે છે. હવે પછી આવી ખબર પડશે તો હેબિયસ કરનારને 25 હજારનો દંડ કરવામાં આવશે.

મહેસાણામાંથી ગુમ થયેલી સગીરાને શોધવા તેનાં માતાપિતાએ હેબિયસ કરી હતી. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, રોજેરોજ કોર્ટ સમક્ષ આવતા કેસમાં મોટાભાગના કેસમાં સગીરા કે યુવતીઓ જાતે જ ઘર છોડીને જતી રહી હોય છે. તેમને કોઈ ઉપાડી જતું નથી અને ગેરકાયદે ગોંધી રાખતું નથી. આવી અરજીઓ કરીને અરજદારો સરકારી અને કોર્ટની મશીનરીનો દુરુપયોગ કરે છે. તમારા જેવા લોકોને કારણે હાઇકોર્ટમાં 1400 અપીલો ચાલતી નથી.કેસ નહિ ચાલી શકવાને લીધે લોકોને જેલમાં રહેવું પડે છે. છોકરીઓ પુખ્ત હોય ત્યારે તેને જ્યાં જવું હોય ત્યાં જવા દો. કોર્ટ પણ પુખ્તવયની છોકરીઓને રોકી શકે નહિ.

અન્ય સમાચારો પણ છે...