તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનીટ્રેપ:ફેસબુકમાં સ્વરૂપવાન યુવતીની રિક્વેસ્ટ સ્વીકારી વેપારી ફસાયો, યુવતીએ રેપ કેસમાં ફસાવાની ધમકી આપી 5 લાખ પડાવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીએ પહેલા વેપારી સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી જે બાદ પોતાનો મોબાઇલ નંબર આપ્યો
  • મળવાના બહાને વેપારીને બોલાવી યુવતી અસલાલી પાસેના એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા સમયે ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમ પર કોઈ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા ચેતવું. અમદાવાદમાં એક વેપારીને ફેસબુક પર આવેલી સ્વરૂપવાન અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું ભારે પડી ગયું. આ યુવતીએ પહેલા વેપારી સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી જે બાદ પોતાનો મોબાઇલ નંબર આપ્યો અને ફોન પર વાતો કરી. જે બાદ યુવતીએ વેપારીને મળવા બોલાવ્યો અને બીજા જ દિવસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને ના આપવા પર રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી.

યુવતી સાથેની મિત્રતા વેપારીને 5 લાખમાં પડી
શહેરના રબારી કોલોની નજીક રહેતા એક વેપારીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ઓગસ્ટ 2020 મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એસેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી. ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો અને મોબાઇલથી પણ વાતચીત થવા લાગી. આ દરમિયાન યુવતીએ કહ્યું હતું કે, તે પોતે સુરતની છે પરંતુ તેની બહેન અમદાવાદ રહે છે. આથી તે અમદાવાદ આવશે ત્યારે વેપારીને મળવા માટે બોલાવશે.

મહિલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
મહિલા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

વેપારીને મળવા બોલાવી જાળમાં ફસાવ્યો
ગત 21મી સપ્ટેમ્બરે યુવતીએ વેપારીને વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યો હતા. અહીં તેના બનેવી જોઈ જશે તેમ કહીને યુવતી વેપારીને અસલાલી પાસેના એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી. જ્યાં બંને થોડો સમય વાતચીત કરીને છૂટા પડયા હતા. બીજા દિવસે વેપારીના ફોન પર મહિલા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, આ યુવતીએ તેની વિરુદ્ધમાં અરજી આપી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

રેપની ફરિયાદની ધમકી આપી 5 લાખ પડાવ્યા
જોકે બાદમાં રાધિકા મોદી અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિએ વેપારીને મહિલા પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યો હતો. અહીં જીતેન્દ્રએ જણાવ્યું કહ્યું હતું કે, પોતે ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતો હતો અને હાલ નિવૃત્ત છે અને સેવાનું કામ કરે છે. જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે. અઢી લાખ અમને અને અઢી લાખ રૂપિયા પોલીસને વહીવટ કરવો પડશે. જોકે, ફરિયાદીએ ગભરાઈને રૂપિયા પાંચ લાખ આપી દેતા અરજી પરત ખેંચી હતી અને સમાધાન કર્યું હતું. આ ગેંગે બીજી ફેબ્રુઆરીએ વધુ એક વેપારીને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો