IIMનો 57મો પદવીદાન સમારોહ:ફાલ્ગુની નાયરે સંબોધમાં કહ્યું, ‘મહિલાઓને બાળપણથી જ શું કરવું તે શીખવવાનું બંધ કરો’; 584ને ડિગ્રી એનાયત કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સમારંભમાં બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા, નાયકાના સીઈઓ ફાલ્ગુની નાયર સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. - Divya Bhaskar
સમારંભમાં બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા, નાયકાના સીઈઓ ફાલ્ગુની નાયર સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.
  • કુમાર મંગલમ બિરલાએ કહ્યું, મેડનેસ નહીં મેજિક લાવે તેની સાથે કામ કરો

કોઇપણ વસ્તુ શરૂ કરવાનો કોઇ ચોક્કસ સમય નથી હોતો બિલકુલ તેવી જ રિતે સપના જોવાની પણ કોઇ ઉંમર નથી હોતી, સપના જોતા ગભરાશો નહિ, સપના જુઓ અને તેને પુરા કરવા માટે મથ્યા રહો, કોઇ શું કહેશે તે ના વિચારો, માત્ર પોતાના સપનાને પુરા કરવા માટે કાર્યરત રહો, સપના માત્ર જોવાથી તે પુરા નહિ થાય તેના માટે કમિટેડ રહો, સપનાથી સફળતા સુધીની આ જર્નિ આસાન નથી તેમાં થયેલી ભુલોથી શીખો,નિષ્ફળતાથી ના અટકો પોતાના પર વિશ્વાસ રાખે અને સતત ચાલતા રહો. આ શબ્દો છે નાયકાના સ્થાપક અને સીઈઓ ફાલ્ગુની નાયરના.

આઇઆઈએમ અમદાવાદના 57મા પદવીદાન સમારોહમાં 584 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આઇઆઈએમ અમદાવાદના 57મા પદવીદાન સમારોહમાં 584 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

આઇઆઇએમના 57માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબધોન કરતા તેમને આ વાત કરી હતી. કોરોના બાદ યોજાયેલા આઇઆઇએમ અમદાવાદના 57માં પદવીદાન સમારોહમાં આઇઆઇએમ અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ લીડરશીપને મંત્ર આપતા કહ્યુ હતુ કે લીડરશીપ ઇમોશનલ, ઇન્ટેલેક્ચુઅલ અને ફિઝિકલ એનર્જીને બેલેન્સ કરવાથી આવે છે. જો સસ્ટેનેબલ ગ્રોથ જોઇતો હશે તો પ્રોબ્લેમ પર વર્કિંગ કરવુ પડશે. આ સાથે જ સ્ટુડન્ટ્સને સલાહ આપી હતી કે હંમેશા એવા એવા વ્યક્તિ સાથે કામ કરો જોડાયેલા રહો જે તમારા માંથી મેડનેસ નહિ મેજીક લાવી શકે છે.

દરેક પોતાની સ્કીલ અપડેટ કરે
નાઇકાના સ્થાપક અને સીઇએ ફાલ્ગુની નાયરે મહિલાઓ વિશે વાત કરતા કહ્યુ હતુ કે મહિલાઓને નાનપણથી તેમને શું કરવુ તે અંગે શીખવવામાં આવે છે. તે બંધ થવુ જોઇએ આજના સમયમાં મહિલાઓએ શું કરવુ છે તજે તેઓએ જાતે જ નક્કી કરવુ જોઇએ.સતત પોતાની સ્કિલને અપડેટ કરો, મોટા પેકેજ સાથે એટેચમેન્ટ ના રાખો, શોર્ટકર્ટ ના અપનાવો અને સફળતા માટે મહેનત કરો. બસ કામ કરતા રહો ફળની ચિંતા ના કરો.

વિવાદાસ્પદ લોગો બદલવાનો નિર્ણય મોકૂફ
આઇઆઇએમ અમદાવાદના લોગો બદલાવાની વાતને લઇને થોડા દિવસો પહેલા જ કોન્ટ્રોવર્સી થઇ હતી જેના સવાલના જવાબ આપતા આઇઆઇએમ સત્તાધીશો એ જણાવ્યુ હતુ કે લોગો લોકોના ઇમોશન્સ સાથે સંક્ળાયેલો છે. લોકોની લાગણીને ધ્યાનમાં લઇને જુનમાં લોગો બદલાવો નિર્ણય હાલ પુરતો મોકુફ રખાયો છે.

પીજીપીના 387 વિદ્યાર્થીને ડિગ્રી અપાઈ
પીજીપીના 387 વિદ્યાર્થીઓ, પીજીપી ફૂડ-એગ્રીના 47, એક વર્ષ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ 136, પીએચડીના 14 સહિત 584 લોકોને ડિગ્રી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...