તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ATSની કાર્યવાહી:બનાવટી વિઝા, પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ પકડાયું, 1ની ધરપકડ; સુરતના મોટા વરાછા વિસ્તારમાં દરોડો પાડ્યો

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરત, ભરૂચ, વડોદરા, મુંબઈ, કોલકાતામાં કેસ નોંધાયા હતા

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે સુરતના મોટા વરાછામાંથી નકલી પાસપોર્ટ અને વિઝા બનાવી સંખ્યાબંધ લોકોને વિદેશમાં ગેરકાયદે મોકલવાની પ્રવૃત્તિ કરનારની ધરપકડ કરી હતી. તેની પાસેથી વિવિધ દેશોના નકલી વિઝા લગાવેલા પાસપોર્ટની કોપીઓ પણ કબજે કરી હતી.

ગુજરાત ATSને બાતમી મળી હતી કે, મોટા વરાછામાં રહેતો આદમ મોહંમદ ઈરફાન વિવિધ દેશોના નકલી અને બોગસ પાસપોર્ટ તથા વિઝા બનાવે છે. સોમવારે રેડ કરીને આદમ મોહંમદ ઈરફાનને ઝડપી લેવાયો હતો. પોલીસે તેના ઘરની જડતી લેતા નેપાળ, આર્મેનિયા, તુર્કી, કેનેડા, અમેરિકાના વિઝા લાગેલા પાસપોર્ટની નકલી કોપી મળી હતી. આદમ મોહંમદ ઈરફાન સામે અગાઉ સુરત, ભરૂચ, વડોદરા, મુંબઈ, કોલકાતામાં કેસ નોંધાયા છે.

વોટ્સઅેપ ચેટિંગમાંથી પુરાવા મળી આવ્યા
પોલીસે ફોન ચેક કરતા વોટ્સઅપ ચેટિંગ મળ્યું હતું, જેમાં તે કોઈને જણાવે છે કે, તેનું એરપોર્ટ પર સેટિંગ છે તથા પાકિસ્તાની બાંગ્લાદેશીને યુરોપ, સાઉથ આફ્રિકા, કેનેડા અને યુકેમાં મોકલે છે. ભારતની બે છોકરીઓને દુબઈ સેટ કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...