મધ્યપ્રદેશથી પકડાયેલા નકલી ટેલિફોન એક્ષચેન્જમાં દુબઈ, બાંગ્લાદેશ, યુએઈ સહિતના દેશના લોકોનું રોકાણ હોવાનો ઘટસ્ફોટ સાઈબર ક્રાઈમની તપાસમાં થયો છે. આટલું જ નહીં ટેલિફોન એક્ષચેન્જ શરૂ કરવાની તેમજ ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવાની ટ્રેનિંગ લેવા માટે આરોપી રાહુલકુમાર 7 વર્ષમાં 5 વખત દુબઈ ગયો હતો, જ્યારે ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ટ્રન્સફર કરવા માટે જુદી જુદી વિદેશી કંપનીઓ રાહુલકુમાર અને નરેન્દ્રકુમારને મહિને અઢીથી 3 લાખ ચૂકવતો હતા.
આતંકવાદી ગુરુપતવતસિંગ પન્નુના રેકોર્ડેડ કોલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારા મધ્યપ્રદેશના રાહુલકુમાર અને નરેન્દ્રકુમારને સાઈબર ક્રાઈમની ટીમ પકડી લાવી હતી. વિદેશી નાગરિકો પાસેથી ઈન્ટરનેશનલ કોલિંગ કરવા માટેની કોમ્યૂનિકેશન સિસ્ટમ તેમજ ઈન્ટરનેશનલ કોલને લોકલમાં ડાયવર્ટ કરવાનું શીખ્યો હતો. જે પછી રાહુલે દુબઈમાં જ રહીને વિદેશી નાગરિકો સાથે જ ભાગીદારીમાં ઈન્ટરનેશનલ કોલ માટે મીનિટસો વેચીને લાખોની કમાણી શરૂ કરી હતી.
અત્યાર સુધીમાં 1100 સિમકાર્ડનો ઉપયોગ કર્યો
રાહુલકુમારની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે, સિમબોક્ષ તેમજ ટેલિફોન એક્ષચેન્જ શરૂ કરવાની તમામ સામગ્રી તેઓ મુંબઈથી લાવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં તેમણે 1100 સિમકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. જેથી સાઈબર ક્રાઈમની એક ટીમ આરોપીને સાથે લઈને મુંબઈ જવા રવાના થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.