તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાલુપુર રેલવે સ્ટેશન પર ઉત્તરપ્રદેશથી ભાગીને આવેલા સગીર યુવક યુવતીને માસ્કના નામે અટકાવી રૂ. 500 દંડ ભરવો પડશે કહી સાબરમતી અવાવરૂ જગ્યાએ દુષ્કર્મના ઈરાદે લઈ જનારા નકલી એસઆરપીની રેલવે પોલીસે ધરપકડ કરી છે. ગત 26 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદથી ભાગીને અમદાવાદનાં સારંગપુર આવેલા સગીર યુવક યુવતીને એસ.આર.પી.નાં યુનિફોર્મમાં રહેલા પુરુષે માસ્કના નામે અટકાવ્યા હતા.ત્યારબાદ બંનેની ધરપકડ કરવી પડશે તેમ કહીને ડરાવ્યા હતા. આ પુરુષે સગીરને માર મારી તેની પાસેથી રૂ. 500 લઈ લીધા હતા અને ભગાડી મુકયો હતો.
સગીરાને લઈને દુષ્કર્મ આચરવાના ઈરાદે કલોલ લઈને ગયો હતો. જો કે ત્યાં રેલવે સ્ટેશન પર પોલીસ જોઈ જશે તેવો ડર લાગતા રીક્ષામાં સગીરાને લઈને અમદાવાદ આવ્યો હતો અને ત્યારબાદ સગીરને પોલીસ પકડી ગઈ હોઈ તેને છોડાવવા પોલીસ સ્ટેશન જવુ પડશે તેમ કહીને સગીરાને લઈને સાબરમતી રેલવે સ્ટેશને લઈ ગયો હતો. રાતના સમયે અંધારાનો લાભ લઈને સગીરાને લઈને રેલવે યાર્ડ તરફ જતો હતો. સગીરા ભાગી છૂટી હતી અને બેભાન થઈ ઢળી પડી હતી. રેલવે પોલીસના ધ્યાને આવતા તેને આશરો આપી પોલીસે પુછપરછ કરતા તેણે સમગ્ર બીના વર્ણવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસે રેલવે સ્ટેશન અને તેની આસપાસના સીસીટીવી ફુટેજની તપાસ કરતા આરોપીની ઓળખ થઈ હતી. જેના આધારે રેલવે પોલીસે મહેસાણાની રાધનપુર ચોકડી પાસેથી બનાસકાંઠાના અશોક ચૌધરીની ધરપકડ કરી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.