અમદાવાદ:નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ, મુંબઈના રાકેશ નામના એજન્ટ સામે ગુનો નોંધાયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરદારનગરના રહીશ પોલીસ કમિશ્નર કચેરીમાં પાસપોર્ટ વિભાગમાં PCCની પુછપરછ કરવા ગયા હતા
  • ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને PCC નકલી લાગતા તપાસ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો

વિદેશ જવા તેમજ કંપનીમાં નોકરી માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની (PCC )ની જરૂર પડતી હોય છે. આવા નકલી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે માધવપુરા પોલીસે રાકેશ નામના મુંબઈના એક એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

દરીયાની સ્પેન રહેતા ભાઈના PCCની પુછપરછ માટે ગયા હતા
શહેરના સરદારનગરમાં રહેતા ધરમપાલ રામચંદ્ર દરીયાની નામનાં વ્યક્તિ સ્પેન ખાતે રહેતા પોતાના ભાઈ મનોજ દરીયાની પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) અંગે પુછપરછ કરવા આવ્યા હતા. પોલીસ કમિશ્નર કચેરીમાં પાસપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને મળ્યા હતા. તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે અથવા પોલીસ સ્ટેશનમાં જઈ અરજી કરી શકે છે. જો કે ધરમપાલે વિદેશમાં રહેતાભાઈ મનોજનું 7 જાન્યુઆરી 2020નું PCC તેમને બતાવ્યું હતું.

પોલીસે એજન્ટની શોધખોળ આદરી
સર્ટિફિકેટ પ્રાથમિક દ્રષ્ટિએ કમિશનર ઓફિસનું ન હોવાની હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને શંકા ગઈ હતી અને તેમણે પોતાના ઉપરી અધિકારીને પણ આ અંગે જાણ કરી હતી. ખરાઈ કરતા તે સર્ટીફીકેટ નકલી હોવાનું જણાઈ આવતા સ્પેનમાં રહેતા તેમના ભાઈએ સર્ટીફિકેટ રાકેશ નામના એજન્ટે બનાવી આપ્યું હતું.  રાકેશે પોતાના મુંબઈ ખાતેના બેંક એકાઉન્ટમાં પૈસા મંગાવ્યા હતા. જેને પગલે ઉપરી અધિકારીએ આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી કરી રાકેશ નામના એજન્ટની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...