તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યભાસ્કરનું ફેક્ટ ચેક:સોશિયલ મીડિયામાં અમદાવાદનાં ફ્લેટ-સોસાયટીઓમાં કોરોનાના 200 કેસના ફરતા થયેલા મેસેજ ફેક, હકીકતમાં માત્ર 30થી 35 કેસ

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
 • તહેવારમાં કોરોનાના કેસો વધતાં લોકોએ જૂના કેસો અને ખોટા કેસોના મેસેજો વાઇરલ કર્યા

દિવાળીના તહેવાર પહેલાં અને નવા વર્ષમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. અસારવા, સોલા સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે, જેની વચ્ચે સોશિયલ મીડિયામાં અમદાવાદની સોસાયટીઓ તેમજ ફ્લેટમાં 100થી 200 કોરોનાના કેસો આવ્યા છે, લોકોના મોત થયા છે તેવા મેસેજ વાઇરલ કરવામાં આવી રહ્યા છે. જે મામલે DivyaBhaskarએ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા મેસેજ અંગે સુભાષબ્રિજની ઘનશ્યામનગર સોસાયટી અને શ્યામલબ્રિજ પાસે આવેલા તુલીપ સીટાડેલ ફ્લેટમાં તપાસ કરતા માત્ર 30થી 35 કેસ જ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું, જેમાં કેટલાક લોકો તો રિકવર પણ થઈ ગયા છે. ઉપરાંત તેમનો કવોરન્ટીન પિરિયડ પણ પૂરો થઈ ગયો છે.

સોસાયટીમાં 30 જેટલા કેસ છે, જેમને હોમ કવોરન્ટીન કરવામાં આવ્યા: સોસાયટીના ચેરમેન
સોશિયલ મીડિયામાં સુભાષબ્રિજમાં આવેલી ઘનશ્યામનગર સોસાયટીમાં 100 જેટલા કોરોના પોઝિટિવ કેસો એક જ દિવસમાં આવેલા છે અને કાલે સોસાયટીને સીલ કરવાના છે તેવો મેસેજ વાઇરલ થયો હતો. આ બાબતે સોસાયટીના ચેરમેન ભરતભાઇ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સોસાયટીમાં 100 જેટલા કેસો આવ્યા છે તેવો મેસેજ જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે એ ખોટો છે. સોસાયટીમાં માત્ર 30 જેટલા કેસ છે અને તેઓ હોમ કવોરન્ટીન કરવામાં આવ્યા છે. 4થી 5 લોકો જ હોસ્પિટલમાં છે. કેટલાિક લોકો રિકવર પણ થઈ ગયા છે. લોકોએ ઘનશ્યામનગર સોસાયટીના નામે ખોટા મેસેજ વાઇરલ કર્યા છે. સોસાયટીમાં બહારના ફેરિયા કે શાકભાજીવાળાને પણ અંદર આવવા નથી દેતા તેમજ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવામાં આવે છે.

200 કેસવાળી વાતો ખોટી, ફ્લેટમાં માત્ર 30 જેટલા કેસ છે: સેક્રેટરી
જ્યારે તુલીપ સીટાડેલ ફ્લેટના સેક્રેટરી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે શ્યામલ પાસે આવેલા તુલીપ ફ્લેટમાં 200 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તેવા મેસેજ વાઈરલ થયા છે એ તદ્દન ખોટા છે. ફ્લેટમાં 25થી 30 જ કેસ પોઝિટિવ છે અને એમાંથી અનેક લોકો રિકવર થઈ ગયા છે. ખોટા મેસેજ વાઇરલ કરી સોસાયટીને બદનામ કરવામાં આવી રહી છે. ફ્લેટમાં કેસો હતા, પરંતુ અત્યારે જે મેસેજમાં 200 કેસ લખ્યા છે તેવી કોઈ જ હકીકત નથી. ફ્લેટમાં આવતા તમામ લોકોને સેનિટાઇઝ કરી અને ટેમ્પરેચર ગનથી તાપમાન માપી અંદર જવા દેવામાં આવે છે. કુરિયરવાળાને કે અન્ય ફેરિયાને પણ અંદર જવા દેતા નથી. કોરોના ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન કરવામાં.આવી રહ્યું છે.

જૂના કેસોને વાઇરલ કરી દેવામાં આવ્યા હોવાની ચર્ચા
ઉપરાંત મણિનગરના ભૈરવનાથ રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં પણ 25 કેસ આવ્યા હોવાના મેસેજ વાઇરલ થયા છે તેમજ ચાંદલોડિયા વોર્ડમાં છેલ્લા 10 દિવસમા દેવનંદન ફ્લેટના, શુકુન ગોલ્ડમાં વધારે કેસ, ગણેશ સ્કાય લાઈનમાં 13થી વધારે કેસ, વંદેમાતરમ સિટીમાં 34થી વધારે કેસ, ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ વધારે કેસ, વંદેમાતરમ પ્રાઈમમાં 8થી વધારે કેસ, સીમંધર હોમ્સમાં 4થી વધારે કેસ, આર્યન ઈમ્પલમાં પણ કેસ, કામેશ્વર એલિગન્સમાં 7 કેસ, શ્રીફળમાં 6થી 7, ICBમાં બ1, સેવી સ્વરાજ ફેજ 1માં 15થી વધુ કેસ એવા મેસેજ વાઇરલ કર્યા છે, પરંતુ હકીકતમાં આ બધા જૂના કેસો છે અને એને વાઇરલ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો