અફવા:અમદાવાદ-સુરત સૈન્ય હવાલે કરી લોકડાઉન લંબાવવાનો ફેક મેસેજ વાઈરલ, અફવા ફેલાવનાર સામે પોલીસ ફરિયાદ થઈ શકે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહામારી કોરોનાને પગલે રાજ્યમાં 31 મેના રોજ લોકડાઉન 4.0 પૂરૂં થઈ રહ્યું છે, પરંતુ તેની પહેલા જ સોશિયલ મીડિયામાં લોકડાઉનના લંબાવવાના મેસેજ વાઈરલ થયા છે. લોકડાઉનના લંબાવવા અંગે સોશિયલ મીડિયામાં હિન્દીમાં એક ફેક મેસેજ વાઇરલ થયો છે. જેમાં આખું અમદાવાદ અને સુરત સૈન્યને સોંપી દેવામાં આવશે અને 14 દિવસનું વધુ લોકડાઉન કરવામાં અવશે. જેથી અનાજ, કરીયાણું અને શાકભાજી સ્ટોક કરી લો. આ ફેક મેસેજ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ બહાર પાડી શકે છે. માત્ર દૂધ અને દવા જ મળશે. અમદાવાદમાં રહેતા તમારા મિત્રોને જાણ કરી દો. ગુજરાત સરકારની બેઠક ચાલે છે અને ગમે ત્યારે અમદાવાદ સંપૂર્ણ બંધ કરવાની જાહેરાત થઈ શકે છે. હિન્દીમાં વાઈરલ થયેલા આ મેસેજને અમદાવાદ પોલીસે ફેક ગણાવ્યો છે અને આવી અફવાઓ ફેલાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...