કાર્યવાહી:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ફેક ન્યૂઝ ફેલાવનાર ગુજરાતના નીકળ્યા, 4 શખ્સોની ધરપકડ

2 વર્ષ પહેલા
  • બોન કેન્સર થયું હોવાનું બોગસ ટ્વિટ ઈમેજ તૈયાર કરી ફેક મેસેજ વાઈરલ કરનાર ઝડપાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બોન કેન્સર થયું હોવાનું બોગસ ટ્વિટ ઈમેજ તૈયાર કરી ફેક મેસેજ વાઈરલ કરનાર ચાર શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓ ભાવનગર અને અમદાવાદના હોવાનું જાણવા મળ્યુ છે. આ ટ્વિટ ઈમેજને પગલે દેશભરના અમિત શાહના સમર્થકો આઘાતમાં સરી પડ્યા હતા. વિરોધીઓ દ્વારા આ બોગસ મેસેજને પગલે એલફેલ કોમેન્ટ કરી હતી. ફેક ટ્વિટ બહાર આવતા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી હતી અને સાયબર ક્રાઈમની મદદથી આરોપીઓને ઝડપી લીધાં હતાં.
ફેક ટ્વિટ મેસેજ ફેલાવનાર ભાવનગર, અમદાવાદના
ટ્વિટના ફેક મેસેજથી સોશિયલ મિડીયા પર વિવિધ કોમેન્ટો શરૂ થઈ હતી. ભાવનગરના આરોપી ફિરોઝખાન જાફરખાન પઠાણ અને સરફરાઝ અબ્દુલ મજીદ મેમણ જ્યારે અમદાવાદના બે સજાદઅલી બચુભાઈ નાયાણી અને સીરાજ હુસૈન મહેમદઅલી વિરાણીની હાલ અટકાયત કરવામાં આવી છે. જેમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
મેસેજ બોગસ ઈમેજ બનાવી વાઈરલ કર્યો
આરોપીઓએ અમિત શાહના ટ્વિટર એકાઉન્ટની બોગસ ઈમેજ બનાવીને અમિત શાહના નામનો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં મુક્વામાં આવ્યો હતો. જેમાં હિન્દીમાં લખ્યું હતું કે "મેરે દેશ કી જનતા,મેરે દ્વારા ઉઠાયા ગયા હર એક કદમ દેશ હિત મેં રહા હૈ.મેરા કિસી જાતી યા ધર્મ વિશેષ સે કોઈ દુશ્મની નહીં હૈ. કુછ દીનો સે બીગડે સ્વાસ્થ્ય કે ચલતે દેશ કી જનતા કી સેવા નહીં કર પા રહા હું. યહ બતાતે દુઃખ હો રહા હૈ, મુજે ગલે કે પીછલે હિસ્સે મે બોન કેન્સર હુવા હૈ.મે આશા કરતા હું,રમઝાન કે ઈસ મુબારક મહિને મે મુસ્લિમ સમાજ કે લોગ ભી મેરે સ્વાસ્થ્ય કે લીયે દુવા કરેંગે ઔર જલ્દી હી સ્વસ્થ હો કર આપકી સેવા કરૂંગા."

અમિત શાહે અફવા ફેલાવનારને કહ્યું તેમના પ્રત્યે કોઈ દુર્ભાવના નથી
તેમણે લખ્યું કે મારા શુભચિંતકો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ મારા આરોગ્ય વિશે પૂછપરછ કરી અને મારી જે ચિંતા વ્યક્ત કરી છે તે બદલ હું તેમનો આભારી છું. જે લોકો આ પ્રકારની અફવા ફેલાવી રહ્યા છે તેમના પ્રત્યે મારા મનમાં કોઈ જ દુર્ભાવના કે દ્વેષ નથી. તમારો પણ આભાર.

અન્ય સમાચારો પણ છે...