એરપોર્ટ પર લૂંટ:અમદાવાદમાં કુવૈતની ફ્લાઇટમાંથી આવેલા યુવકને ડરાવી નકલી કસ્ટમ ઓફિસરે ફોન, સોનું સહિત 5.92 લાખની વસ્તુ પડાવી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ SVP એરપોર્ટની તસવીર - Divya Bhaskar
અમદાવાદ SVP એરપોર્ટની તસવીર
  • એરપોર્ટ પોલીસે લૂંટ કરનાર ચાર નકલી ઓફિસરની ધરપકડ કરી

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી કસ્ટમ ઓફિસર બની લૂંટ કરવાની ઘટનાઓ વધી જતા એરપોર્ટ પર સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેવામાં કસ્ટમ ઓફિસર બની ફરી એકવાર લૂંટની ઘટના બની હતી. કુવૈતથી આવેલા યુવકને ચાર નકલી કસ્ટમ ઓફિસરે ડરાવી ધમકાવી 5.92 લાખની મતા લૂંટી લીધી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે નકલી કસ્ટમના ચાર આરોપીઓને પકડી પાડ્યા છે.

પાર્કિંગમાંથી નકલી કસ્ટમ ઓફિસરે મુસાફરને ડરાવ્યા
ઉત્તરપ્રદેશના મુઝફરનગરના બાગોવાલી ગામ ખાતે શાહ ફૈસલ નાઝીમહસન પરિવાર સાથે રહે છે. જે છેલ્લા અઢી વર્ષથી સાઉદીમાં રિયાધ ખાતે નોકરી કરે છે. ગત 7 જુનના રોજ તેઓ ભારત પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પર શાહ ફૈસલને લેવા માટે તેમનો મિત્ર આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પાર્કીંગમાં રીક્ષામાં બેસી રહ્યા હતા. આ સમયે ચાર અજાણ્યા શખ્સો પોતે કસ્ટમના અધિકારી હોવાનું કહીને શાહ ફેસલને રોક્યો હતો. તેનો સામાન અને તેનું ચેકીંગ કરવાનું કહીને ડરાવી ધમકાવતા હતા.

ફોન, સોનું સહિત રૂ.5.92 લાખની મતા પડાવી
​​​​​​​
બાદમાં તમામ સામાનનું ચેકીંગ કરવાનું કહીને મોબાઈલ ફોન, ગોલ્ડ સહિત કુલ રૂ. 5.92 લાખની મત્તા લઈ લીધી હતી. આ તમામ વસ્તુઓ લઈને ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગભરાયેલો શાહ ફેસલ ઘરે પહોંચી ગયો હતો. બાદમાં તેમને ખ્યાલ આવ્યો હતો કે, કસ્ટમ ઓફિસરે તેમને નથી લૂંટ્યા આ તો કોઇ બોગસ ટોળકી હતી. જેથી તેમણે એરપોર્ટ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી હતી.

ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી
આ અંગે એરપોર્ટ પોલીસે જણાવ્યું હતુ કે, તપાસ દરમિયાન ગાંધીનગર સેકટર-3 પાસે રહેતા ઋત્વિક રાઠોડ, શશીકાન્ત ઉર્ફે સોનુ તિવારી, ઓઢવના મહેશ્વેરી સોસાયટીમાં રહેતા પ્રકાશ મહેરીયા અને કોતરપુર દશામાની ચાલીમાં રહેતા સંતોષ મૌર્યની પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...