તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોવિડ-19ની સ્થિતિમાં શહેરની બધી કોલેજ-યુનિવર્સિટીઓ બંધ રાખવામાં આવી છે. જોકે ત્યાં ઓફિસ સ્ટાફ કામ કરી રહ્યાં છે. મોટાભાગની કોલેજોમાં કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. ત્યારે તેમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જો કે સ્ટાફ માત્ર જ આવી રહ્યો છે ત્યારે તેમના માટે કેટલીક કોલેજોમાં કેન્ટિનની સુવિધા ચાલુ રખાઇ છે તો કેટલીકમાં બંધ. જ્યાં કેન્ટિન ચાલુ છે ત્યાં સ્ટાફ માટે અલાયદી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
GLS કેમ્પસ કેન્ટિનમાં ઓર્ડર મુજબ ગરમ નાસ્તો જ અપાય છે
ગાઈડલાઇન પ્રમાણે પ્રિકોશન્સ લેવાય છે. સ્ટુડન્ટ્સ નથી પણ સ્ટાફ મેમ્બર્સ આવે છે. તેમના માટે કેન્ટિન ચાલે છે. પરંતુ ત્યાં ફક્ત હળવો નાસ્તો જ અપાય છે. પહેલા પરિસ્થિતિ સામાન્ય હતી ત્યારે કેન્ટિનમાં બધું જ જમવાનું મળતું હતું પણ હવે ઓર્ડર મુજબ ગરમ હળવો નાસ્તો જ મળે છે. - સંજય વકીલ, પ્રિન્સિપાલ, એચ.એ. કોલેજ
એલ.જે. યુનિ. કેન્ટિન બંધ છે, સ્ટાફ વ્યવસ્થા જાતે જ કરે છે
લોકડાઉન સમયથી કેમ્પસની કેન્ટિન બંધ છે. વચ્ચે થોડો સમય શરૂ કરી હતી. સ્ટાફ મેમ્બર્સ કેન્ટિનમાં જમવા જવાનું પ્રિફર નહોતા કરતા. તેવામાં કોરોનાની બીજી વેવ આવતા કેસ વધી રહ્યાં છે તો હાલ તો કેન્ટિન સાવ બંધ રાખવામાં આવી છે. - વિરલ શાહ, CEO, LJ ઈન્ક્યુ. સેન્ટર,
નિરમા યુનિ. પ્રવેશ બાદ બહાર જવા પરવાનગી અપાતી નથી
કેમ્પસમાં હોસ્ટેલ સ્ટુડન્ટ્સની સાથે સ્ટાફ મેમ્બર્સ પણ હોય છે. સ્ટુડન્ટ્સમાં ફક્ત 2 જ કેસ સામે આવ્યા છે. સ્ટુડન્ટ્સને હોસ્ટેલમાં રહેવા RTPCR ફરજિયાત છે. જે સ્ટુડન્ટ કેમ્પસમાં છે તેમને બહાર જવાની પરવાનગી નથી. કેન્ટિનમાં વધારે વિદ્યાર્થી ભેગા ના થાય તેનું ધ્યાન રખાય છે. - રામચંદ્ર નાયર, એક્ઝિ. રજિસ્ટ્રાર
ગુજરાત યુનિ. કેન્ટિન બંધ, સ્ટાફ ચા નહીં ગ્રીન જ ટી પીવે છે
લોકડાઉનથી કેન્ટિન રિનોવેશન હોવાથી બંધ છે. પ્રિકોશન માટે માવજત લેવાઈ રહી છે. કોલેજ બંધ છે, સ્ટાફ આવી રહ્યો છે. તેમનાં માટે સેનેટાઈઝર્સ, ટેમ્પરેચર ચેક અને માસ્ક ફરજિયાત છે. સ્ટાફનાં લોકો બહારની ચા નહીં, ગ્રીન ટી પીવે છે. - યોગેશ પારેખ, કાર્યકારી લાઈબ્રેરિયન
સેપ્ટ યુનિ. પ્રી-ઓર્ડરથી ફૂડ પેકેટ લવાય છે
કેન્ટિન બંધ છે. સ્ટાફ મેમ્બર્સ માટે ચા-કોફી અને વેફર્સનાં પેકેટ્સ તથા કોઈને જમવુ હોય તો ઓર્ડર આપીને ફૂડ પેકેટ્સ મંગાવાય છે.માસ્ક ના પહેરનારને 1000નો દંડ ફટકારવાનો આદેશ છે.
IIT-G મેસમાં વાસણ લઇ જવાના, રૂમમાં જમવાનું
સ્ટાફ માટે બધી જગ્યાએ ટચ લેસ સિસ્ટમ છે. તેમજ વોશરૂમમાં હેન્ડ ડ્રાયર છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ જમવા જાય તો પોતાના વાસણ લાવે અને જમવાનું રૂમમાં જમે છે. - પ્રો. હરીશ પી.એમ. ચેરમેન
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.