તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભયાવહ દૃશ્યો:અમદાવાદમાં કોરોનાની ભયજનક સ્થિતિ, વાડજના સ્મશાનમાં એકસાથે આઠ મૃતદેહોની અંતિમવિધિ, થલતેજમાં વેઇટિંગ

અમદાવાદ12 દિવસ પહેલા
સ્વજનોએ મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાઈનમાં રહેવું પડ્યું
 • વાડજમાં મૃતદેહોની અંતિમવિધિ માટે બે ચીમની શરૂ કરવી પડી

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ભયજનક બન્યું છે; ત્યારે શહેરનાં વિવિધ સ્મશાનોમાં ભયાવહ દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ક્યાંક એમ્બ્યુલન્સમાં કલાકોનું વેઈટિંગ છે, તો ક્યાંય ડેડબોડી માટેની વાનમાં પણ વેઈટિંગ છે. શહેરમાં એક સ્મશાનમાં એકસાથે 8 મૃતદેહોને અંતિમવિધિ કરવા માટે લાવવામાં આવ્યા છે. અંતિમવિધિ માટે પણ બે કલાકનું વેઈટિંગ છે. શહેરના વાડજ સ્મશાનગૃહમાં બંને ચીમની હાલ ચાલી રહી છે, જ્યાં આસપાસ મૃતકોનાં સ્વજનો કલ્પાંત કરતાં જોવા મળ્યાં છે.

વાડજમાં અંતિમવિધિ માટે એકસાથે બે ચીમની ચાલુ કરાઈ.
વાડજમાં અંતિમવિધિ માટે એકસાથે બે ચીમની ચાલુ કરાઈ.

એકસાથે 8 મૃતદેહો અંતિમવિધિ માટે તૈયાર
કોરોનાને કાણે હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ભરાઈ ગયાં છે. ક્યાંક ઈન્જેક્શનનો સ્ટોક નથી અને ક્યાંક ઓક્સિજન ખૂટી ગયાના વીડિયો સામે આવી રહ્યા છે. આજે અમદાવાદના વાડજ સ્મશાનગૃહના અતિ હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યા છે, જ્યાં એકસાથે 8 મૃતદેહો અંતિમવિધિ માટે તૈયાર છે. સ્મશાનમાં હાલમાં અંતિમવિધિ માટે વેઈટિંગ છે અને સ્વજનો પણ ત્યાં હાજર છે.

વાડજમાં એકસાથે આઠ મૃતદેહોની અંતિમવિધિ.
વાડજમાં એકસાથે આઠ મૃતદેહોની અંતિમવિધિ.

થલતેજમાં અંતિમવિધિ માટે વેઈટિંગ
આ વખતે સ્મશાનમાં વેઈટિંગ હોવાનું સાબિત થઈ રહ્યું છે, જ્યાં અનેક લોકો ત્યાં હાજર છે. હજી પણ શહેરમાં મોતનો સાચો આંકડો ડરાવે એવો છે, પણ એના પર તંત્ર દ્વારા ક્યાંક આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના થલતેજ સ્મશાનમાં પણ કોરોનાની અંતિમવિધિ માટે વેઈટિંગ છે અને લોકો પોતાના સ્વજનના મૃતદેહની અંતિમવિધિ કરવાનો વારો ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છે.

અંતિમસંસ્કાર માટે વડોદરામાં 8થી 10 કલાકનું વેઈટિંગ.
અંતિમસંસ્કાર માટે વડોદરામાં 8થી 10 કલાકનું વેઈટિંગ.

વડોદરામાં અંતિમસંસ્કાર માટે 8થી 10 કલાકનું વેઇટિંગ
ગુજરાતમાં કોરોનાને કારણે વણસેલી સ્થિતિને પરિણામે રાજકોટ, સુરત જેવાં શહેરોની હોસ્પિટલોમાં કોરોનાથી મૃત્યુ પામનારનો મૃતદેહ મેળવવા માટે પણ સ્વજનોને 12 કલાક સુધી રાહ જોવી પડે એવી સ્થિતિ છે. એટલું જ નહીં, ડેડબોડી મળ્યા પછી પણ સ્મશાનમાં અગ્નિદાહ માટે 8થી 10 કલાક વેઇટિંગ કરવું પડે છે. રાજકોટમાં જ્યારે દિવ્યભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસી ત્યારે ચોંકાવનારી બાબતો સામે આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મરણઆંક વધવાથી મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે જ નહીં, પણ મૃતદેહોને બહાર લાવવા માટે પણ વેઈટિંગ છે. ભાસ્કરની ટીમ સિવિલ કોવિડ હોસ્પિટલ પહોંચી ત્યારે હોસ્પિટલના ગેટ પાસે ટેસ્ટ થઇ રહ્યા હતા, જ્યારે હોસ્પિટલની પાછળ સેલરમાંથી મૃતદેહો કાઢીને એમ્બ્યુલન્સમાં સીધા સ્મશાનગૃહ લઈ જવાતા હતા. સ્મશાનમાં કતાર થાય નહીં એ માટે હોસ્પિટલોમાં ડેડબોડી મૂકી રાખવામાં આવે છે.

એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહ હાથલારીમાં લઈ જવો પડયો.
એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહ હાથલારીમાં લઈ જવો પડયો.

એમ્બ્યુલન્સ મળી નહીં તો હાથલારીમાં મૃતદેહ લઈ જવો પડ્યો
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજતાં તેમના મૃતદેહને સ્મશાને લઇ જવા માટે એમ્બ્યુલન્સ ન મળતાં એને હાથલારીમાં લઈ જવો પડયો હતો. મહિલાનું હોમ ક્વોરન્ટીન દરમિયાન મૃત્યુ થયું હતું. બે-ત્રણ કલાક સુધી પ્રયાસ કરવા છતાં પણ એમ્બ્યુલન્સ મળી શકી નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો