કોન્ટ્રાક્ટ લંબાવાયો:અમદાવાદના પીરાણાના કચરાના ડુંગરને દૂર કરવાનો AMCએ એજન્સીઓના કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે લંબાવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
  • અત્યાર સુધી 48 મેટ્રિક ટન કચરો હટાવીને 24 એકર જમી ખુલ્લી કરાઈ છે
  • 300 મેટ્રિક ટનના 60 ટ્રોમિલ મશીન અને 1000 મેટ્રિક ટન કેપેસિટીના 8 જેટલા મશીનો મૂકાયા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અમદાવાદના પીરાણા ખાતે આવેલા કચરાનો ડુંગર દૂર કરવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ( NGT)ના આદેશ બાદ ટ્રોમિલ મશીનો મૂકીને કચરાના ડુંગરને નાબૂદ કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આજે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા ટ્રોમિલ મશીનો ચલાવવા માટે એજન્સીઓનો કોન્ટ્રાક્ટ વધુ બે વર્ષ લંબાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં પીરાણા ડમ્પિંગ સાઇટ પરથી 48 લાખ મેટ્રિક ટન જેટલો કચરાનો નિકાલ થઇ ચૂક્યો છે, તો 24 એકર જમીન પણ ખુલ્લી કરવામાં આવી છે.

ટ્રોમિલ મશીનથી કચરો અલગ પડાય છે પીરાણાના કચરાના ડુંગરને દૂર કરવા માટે ટ્રોમિલ મશીનો મારફતે કચરાને અલગ પાડી તેનો અલગ-અલગ નિકાલ કરવા માટે પીરાણા ખાતે 60 જેટલા ટ્રોમિલ મશીન 300 મેટ્રિક ટનના અને 1000 મેટ્રિક ટન કેપેસીટીના 8 જેટલા મશીનો મૂકવામાં આવ્યા છે. આ ટ્રોમિલ મશીનો મારફતે અલગ પાડવામાં આવતાં કચરાનો ખાતરમાં, રોડા જેવા કચરાનો પેવર બ્લોક બનાવવા માટે તો પ્લાસ્ટિકનો રિ-સાયક્લિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે.

કમિટીએ એજન્સીના કામને લંબાવવાની મંજૂરી આપી
આજે મળેલી સોલિડ વેસ્ટ એન્ડ મેનેજમેન્ટ કમિટીમાં ટ્રોમિલ મશીનોના ઉપયોગથી દૈનિક 300 મેટ્રિક ટન અને 1000 મેટ્રિક ટન કેપેસિટીના ટ્રોમિલ મશીન અને ઓટોમેટેડ સેગ્રિગેશન મશીન મારફતે કામગીરી માટે હાલની એજન્સીઓના કામમાં વધુ 2 વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે તેમ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...