સૂચના:નિકાસ પ્રોત્સાહન યોજનાના રિફંડ માટે 2 માસ જ અપાયા, 31 ડિસેમ્બર સુધી અરજી નહીં કરનારનો હક જતો રહેશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે એમઇઆઇએસ (મર્ચન્ડાઈઝ એકસ્પોર્ટર ઇન્સેન્ટિવ સ્કીમ) અને સર્વિસ એકસ્પોર્ટ ઈન્સેન્ટિવ સ્કીમ હેઠળ છેલ્લા 2 નાણાકીય વર્ષમાં 56 કરોડ આપવાની કરેલી જાહેરાત પછી અરજીઓ ઓનલાઈન સ્વીકારવાનું શરૂ થયું છે.

મિનિસ્ટ્રી ઓફ કૉમર્સના પરિપત્ર મુજબ 31 ડિસેમ્બર 2021 પહેલા નિકાસકારે અરજી કરવાની રહેશે. અરજી નહીં કરનાર ક્રેડિટનો હક ગુમાવશે. અર્થાત બે મહિનામાં ક્રેડિટ મેળવી લેવાની રહેશે. પરંતુ જે નિકાસકારોનો ડેટા ડીજીએફટીના ડેટા સાથે મેચ નથી થતો તેઓ અરજી કરી શકતા નથી. આ ઉપરાંત બેંકો દ્વારા નિકાસકારોને મળેલા પૈસાનું સ્ટેટમેન્ટ આ સાઇટ ઉપર અપલોડ ન થવાથી નિકાસકારો અરજી કરી શકયા નથી. એક તરફ સરકારે રાતોરાત આ સ્કીમની જાહેરાત કરી તેના કારણે માર્કેટમાં વેચાતા એમઇઆઇએસ સર્ટીફિકેટનો દર રૂ.98થી ઘટીને 85 થઇ ગયો છે. આમ નિકાસકારો સમય ઓછો હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે.

અરજી માટે ખૂબ ઓછો સમય અપાયો
નિકાસકારોને અરજી માટે અપાયેલો સમય બહુ ઓછો છે તેમજ આ સર્ટિફિકેટ બેઝિક કસ્ટમ ડ્યૂટી ભરવા માટે વપરાતું હોવાથી આના માર્કેટ દરમાં હજી મોટો ઘટાડો થવાની શકયતા છે. > વિપુલ ખંધાર, સીએ

અન્ય સમાચારો પણ છે...