તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન:નિષ્ણાતોએ ખાનગી ડોક્ટરોને કહ્યું, સહયોગ આપો, રસીની આડઅસરના પણ ઉકેલ છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ.માં વેક્સિનની તૈયારી અંગે ખાનગી તબીબો સાથે બેઠક યોજાઈ

વેક્સિનના તૈયારીના ભાગરૂપે મ્યુનિ. કચેરીએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે મીટિંગ ઉપરાંત ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં વેક્સિન નિષ્ણાતોએ ડોક્ટરોને કહ્યું હતું કે, કોરોના વેક્સિન એ સેફ છે, અનેક ટ્રાયલોમાંથી પસાર થઈ છે, જો કદાચ તેની આડઅસર પણ જણાય તો તેના પણ ઉકેલ છે, માટે સહયોગ જરૂરી છે.

કોરોનાના દર્દીઓના સારવાર આપવા માટે જે પીપીપી મોડલ ઊભું કર્યું તે જ પ્રકારે વેક્સિનેશન માટે પણ ઊભું કરવું જોઈએ. હોસ્પિટલોએ પોતાના વેક્સિનેશન કેન્દ્ર તૈયાર કરવા જોઈએ. વેક્સિનનો અમલ કેવી રીતે કરવો, વેક્સિન કેવી રીતે આપવી, વેક્સિન આપ્યા પછી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કયા ફેઝમાં કોને વેક્સિન આપવી તે અંગેની તાલીમ અને સમજણ આ બેઠકમાં આપવામાં આવી હતી. અંદાજે 100થી વધુ ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો આ બેઠકમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો