તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐતિહાસિક ધરોહર:IIM-Aના ઐતિહાસિક ડોમનું રિનોવેશન કરવા માટે નિષ્ણાતોનું માર્ગદર્શન લેવાશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડ ઓફ ગવર્નન્સ, વિદ્યાર્થીઓએ સ્ટેક હોલ્ડર્સને પત્ર લખ્યો
  • આર્કિટેક્ટ લુઈ કહાને ડિઝાઈન કરેલા IIM-Aના ડોમના રિનોવેશન અંગે અગાઉ વિવાદ થયો હતો

દેશની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા આઈઆઈએમ-એના ઐતિહાસિક ધરોહર સમાન ડોમના રિનોવેશન માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની સલાહ લેવાઈ છે, પરંતુ વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અલગ અલગ હોવાથી હજી પણ નિષ્ણાતોની સલાહ લેવાશે. તેમ આઈઆઈએમ ના બોર્ડ ઓફ ગવર્નન્સ (બીઓજી) એ આઈઆઈએમ સાથે સંકળાયેલા પૂર્વ વિદ્યાર્થીઓ, ફેકલ્ટીસ સહિતના અગ્રણીઓ (સ્ટેક હોલ્ડર્સ)ને આ અંગેનો પત્ર લખ્યો છે.

તાજેતરમાં આઈઅીએમ કેમ્પસના 14 ડોમના રિનોવેશનને લઈને ચાલી રહેલા વિરોધ, વિવાદની વચ્ચે બીઓજીએ આઈઆઈએમ સાથે સંકળાયેલ સ્ટેક હોલ્ડર્સને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવાયંુ છે કે નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ઐતિહાસિક ઘરોહર સમા, સીમાચિન્હરૂપ આર્કિટેચરને જાળવવા માટેની જવાબદારી આપણી છે. તેથી નાણાકીય ખર્ચ, વિદ્યાર્થીઓના હિત અને આધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ડોમનું નવીનીકરણ કરવું જોઈએ. અગ્રણી આર્કિટેક્ટ લુઈ કહાને ડીઝાઈન કરેલ આઈઆઈએમ- એ ડોમના નવીનીકરણ, સમારકામ બાબતે આઈઆઈએમ-એ સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સ પાસેથી થોડા સમય પહેલા અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા. હવે બોર્ડ ઓફ ડિરેક્ટર આર્કિટેક્ટની દ્રષ્ટિએ વિચારણા અંતર્ગત પગલા લેશે.

પુન: નવા નિર્માણ પાછળ લાંબો સમય લાગી શકે છે : નિષ્ણાતો
આઈઆઈએને નિષ્ણાતો પાસેથી મળેલા અભિપ્રાય અંતર્ગત એક નિષ્ણાતે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, આ ઘણું જ સંવેદનશીલ સ્થળ હોવાથી તેની સલામતી અને ઐતિહાસિક ધરોહરને નુકસાન ના થાય તે પ્રમાણે તેનુ પુન: નવ નિર્માણ કરવા પાછળ ઘણો લાંબો સમય લાગી શકે તેમ છે. આ કાર્ય ઘણુ કપરંુ અને જવાબદારી માગી લે તેવું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો