તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Expenditure Limit Of Manpa Candidates Has Been Increased By Rs 2 Lakh To Rs 6 Lakh, Expenses Of Star Campaigners Will Be Counted In The Party's Account

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્યાદા વધી:મનપા ઉમેદવારોના ખર્ચની મર્યાદા 2 લાખ વધારી 6 લાખ, સ્ટાર પ્રચારકોનો ખર્ચ પક્ષના ખાતામાં ગણાશે

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 2015માં ઉમેદવાર દીઠ 4 લાખની મર્યાદા હતી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોની ખર્ચ મર્યાદામાંચૂંટણી પંચે વધારો કર્યો છે. મહાનગરપાલિકામાં ઉમેદવાર દીઠ ખર્ચમર્યાદામાં 2 લાખનો વધારો કરાયો છે. વર્ષ 2015માં ઉમેદવાર દીઠ મહત્તમ ખર્ચમર્યાદા 4 લાખ હતી, જેને વધારીને આગામી ચૂંટણીમાં 6 લાખ કરાઇ છે.

જિલ્લા પંચાયતમાં ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા 2.50 લાખથી વધારી 4 લાખ, તાલુકા પંચાયતમાં 1.25 લાખથી વધારી 2 લાખ કરાઇ છે. નગરપાલિકામાં 9થી વધુ વોર્ડની પાલિકા હોય તો ઉમેદવારની ખર્ચ મર્યાદા 1.50 લાખથી વધારીને 2.25 લાખ અને 9 વોર્ડ માટે 1 લાખથી વધારીને 1.50 લાખ કરાઈ.

ચૂંટણી પંચ દ્વારા માન્ય રાજકીય પક્ષોને 20 અને અમાન્ય રાજકીય પક્ષોને 10 સ્ટાર પ્રચારક નીમવાની મંજૂરી આપી છે. સ્ટાર પ્રચારકોનો હવાઇ કે રોડ પ્રવાસ ખર્ચ રાજકીય પક્ષના ખાતામાં ગણાશે. તેમની સાથેની અન્ય કોઇ વ્યક્તિ જો પ્રચારમાં જોડાઇ હશે તો 50 ટકા ખર્ચ ઉમેદવારના ખાતામાં ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો