પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીના અસ્થિનું વિસર્જન:આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીએ વિશ્વના બીજા સૌથી મોટા મીઠા પાણીના સરોવર લેક વિક્ટોરિયામાં અસ્થિ વિસર્જીત કર્યાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લેક વિક્ટોરિયામાં પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીના અસ્થિનું વિસર્જન કરાયું. - Divya Bhaskar
લેક વિક્ટોરિયામાં પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીના અસ્થિનું વિસર્જન કરાયું.

ધનુર્માસના પોષ વદ એકમના પવિત્ર દિવસે અષ્ટોત્તર શતનામ જનમંગલના નામોચ્ચાર સહ પૂજન અર્ચન સુસંપન્ન થયા બાદ લેક વિક્ટોરિયામાં અવિસ્મરણીય દિને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં પવિત્ર અસ્થિ સુમન પુષ્પોનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિક્ટોરિયા તળાવ એ આફ્રિકાનું સૌથી મોટું અને વિશ્વમાં બીજા ક્રમનું મીઠા પાણીનું તળાવ છે. તળાવને કાંઠે યુગાન્ડા, ટાન્ઝાનિયા અને કેન્યા દેશો છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ પુરુષોત્તમપ્રિયદાસજી આચાર્ય સ્વામીજી મહારાજે દેશ વિદેશમાં સત્સંગ વિચરણ કરીને હજારો હરિભક્તો પર સંસ્કાર વર્ષા કરીને સત્સંગની હરિયાળી પાથરી છે.

વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અસ્થિ સુમન વિસર્જન અવસરે વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું મહિમા ગાન, ધૂન અને કીર્તન સ્તવન કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓના અનુગામી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા મોટેરા સંતો-મહંતો અને હરિભક્તોએ અસ્થિ કુંભનું કંકુ-ચોખા, અબીલ ગુલાલ, પુષ્પોથી વૈદિક મંત્રોચ્ચાર સહ પૂજન અર્ચન કર્યા બાદ સર્વેએ આરતી ઉતારી હતી.

હરિકૃષ્ણ મહારાજની દિવ્ય દ્રષ્ટિ દ્વારા અસ્થિ સુમન વિસર્જનના મુખ્ય સંકલ્પ સાથે જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે હરિકૃષ્ણ મહારાજની દૃષ્ટિ કરાવતા વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના અસ્થિ સુમનનો અભિષેક લેક વિક્ટોરિયામાં કર્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાના પાદારવિન્દથી પાવન થયેલી લેક વિક્ટોરિયા ઉત્સાહિત દીસતું હતું.

10 મિલિયન યુગાન્ડા શિલિંગનો ચેક અને વોટર ટેન્કોનું દાન
આફ્રિકામાં લખલૂંટ કુદરતી સૌંદર્ય ચારેકોર પથરાયેલું છે. અહીં વાઈલ્ડ લાઇફ સાફરીઝ, સી બિચીઝ અને પર્વતીય સૌંદર્યથી ભરપૂર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા આફ્રિકાના જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકારને રોકવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા જેવા દેશોના જંગલોમાં જંગલી હાથી, ગેંડા અને દીપડાની વસતી મોટા પ્રમાણમાં છે. ત્યાંના લોકો પૈસા માટે તેમનો શિકાર કરે છે. આફ્રિકન જંગલોમાં શિકાર અટકાવવા માટે તથા આ પ્રવૃતિને રોકવા માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અલગ અલગ સેવાકીય અભિયાન શરૂ કરાયા છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન વર્ષોથી જીવદયાના કાર્યો કરતું આવ્યું છે. આ સાથે દીપડાની પણ ત્યાંના જંગલોમાં ખુબ વસ્તી રહેલી છે. તેને સાચવતા લોકોને પણ અમે દર વર્ષે અનુદાન આપીએ છીએ તથા જંગલમાં રહેતા હાથી, ગેંડા, જિરાફ, સિંહ, વાઘ જેવા પ્રાણીઓના રક્ષણ તથા પુન:વસન માટેની પ્રવૃતિઓ પણ કરીએ છીએ.

હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો - ભક્તો ઝૂ એન્ટેબે-યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરમાં પધારી પુનિત ચરણારવિંદથી પાવન કરાયું હતું.

એન્ટેબે ઝૂ-યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરના પ્રતિનિધિઓએ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો-ભક્તોનું ભક્તિભાવથી સ્વાગત કર્યું હતું. તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે યુગાન્ડા વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન એજ્યુકેશન સેન્ટરના પ્રતિનિધિઓની સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય સ્વામીશ્રી મહારાજે એન્ટેબે ઝૂ-યુગાન્ડા વાઈલ્ડ લાઈફમાં રહેતા હાથી, ગેંડા, જિરાફ, સિંહ, વાઘ, ચિમ્પાન્ઝી વગેરે પ્રાણીઓને અભયદાન તથા તેમનાં જીવનનિર્વાહ અને રક્ષણ માટે 10 મિલિયન યુગાન્ડા શિલિંગનો ચેક સહયોગી માધાપર-કચ્છના વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા એન્ડ સન્સ પરિવાર ઝેન્ટેક્ષ એન્ટર પ્રાઈઝીસ અને વોટર ટેન્કોના સહયોગી માંડવીના નારણભાઈ રવજીભાઈ વેકરીયા પરિવાર-ઘનશ્યામ હાર્ડવેર લિમિટેડ તરફથી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક તથા વિદેશી પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...